Ranji Trophy : 4 મેચમાં 16 વિકેટ... હજુ ફાઇનલ નથી રમી, શું અર્જુન તેંડુલકર સાથે અન્યાય થઈ રહ્યો છે?
- રણજી ટ્રોફી હવે બે ભાગમાં વહેંચાયેલી
- એલિટ અને પ્લેટ મેચ હવે અલગ છે
- ગોવાએ અર્જુન તેંડુલકરને પડતો મૂક્યો
Ranji Trophy: રણજી ટ્રોફી હવે બે ભાગમાં વહેંચાયેલી છે. એલિટ અને પ્લેટ મેચ હવે અલગ છે. ગોવા ઉપરાંત, પ્લેટ ગ્રુપમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરની ટીમોનો સમાવેશ થાય છે. ગોવા અને નાગાલેન્ડની ટીમો ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ટાઇટલ મેચ દીમાપુરના નાગાલેન્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગોવાએ આશ્ચર્યજનક નિર્ણય લીધો અને અર્જુન તેંડુલકરને પડતો મૂક્યો.
4 મેચમાં 16 વિકેટ લીધી
રણજી ટ્રોફી પ્લેટની ગ્રુપ મેચોમાં અર્જુન તેંડુલકરે સારી બોલિંગ કરી હતી. માત્ર 4 મેચમાં તેણે 16 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેમનો સરેરાશ 18 અને સ્ટ્રાઇક રેટ 36 હતો. તે સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-10 બોલરોમાં પણ સામેલ છે. ટોપ-10માં ફક્ત એક જ બોલરનો સ્ટ્રાઈક રેટ અર્જુન કરતાં સારો હતો. અરુણાચલ સામેની છેલ્લી મેચમાં તેણે 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અર્જુનનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
અર્જુન તેંડુલકરે ક્રિકેટમાં સંઘર્ષ કર્યો
અર્જુન તેંડુલકર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. તેને બંને ટુર્નામેન્ટમાં ફક્ત 3-3 મેચ રમવાની તક મળી. આ સમયગાળા દરમિયાન, તેણે 5 વિકેટ લીધી અને તેમાંથી 3 એક જ મેચમાં હતી. તેની કારકિર્દીની વાત કરીએ તો, અર્જુને અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 27 વિકેટ, 18 લિસ્ટ A મેચોમાં 25 વિકેટ અને 24 T20 મેચોમાં 27 વિકેટ લીધી છે. તેણે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ સદી ફટકારી હતી.
અત્યાર સુધી ફાઇનલમાં સમાન સ્પર્ધા
રણજી ટ્રોફી પ્લેટની ફાઇનલમાં ગોવા અને નાગાલેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ગોવાની ટીમે પ્રથમ ઇનિંગમાં 276 રન બનાવ્યા હતા. જદીશન સુચિથે 4 વિકેટ લીધી હતી. કેપ્ટન જોનાથન આરની 86 રનની ઇનિંગની મદદથી નાગાલેન્ડે પણ 216 રન બનાવ્યા હતા.