Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજની મેચમાં જોવા મળી શકે છે અર્જુન તેંડુલકર, MIએ તસવીર શેર કરી આપ્યો સંકેત

IPL 2022 માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કોઇ ટીમ હોય તો તે આજે મુંબઈ ઈન્ડિયન્સ છે. આ વખતે જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે આવી છે તેનું સંતુલન બનાવવામાં કેપ્ટન રોહિત શર્મા પૂરી રીતે ફેઇલ થયો હોય તેવું લાગી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે.અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 મેચો રમી ચૂકી છે જેમા તેણે એક પણ મેચમાં જીત મેળવી નથી. તે આજે પોઈન્ટ ટેબલમાં સૌàª
આજની મેચમાં જોવા મળી શકે છે અર્જુન તેંડુલકર  miએ તસવીર શેર કરી આપ્યો સંકેત
IPL 2022 માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કોઇ ટીમ હોય તો તે આજે મુંબઈ ઈન્ડિયન્સ છે. આ વખતે જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે આવી છે તેનું સંતુલન બનાવવામાં કેપ્ટન રોહિત શર્મા પૂરી રીતે ફેઇલ થયો હોય તેવું લાગી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે.
અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 મેચો રમી ચૂકી છે જેમા તેણે એક પણ મેચમાં જીત મેળવી નથી. તે આજે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાને છે. આજે ટીમનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સાથે છે. આ તબક્કે દરેક હાર MIની આગળના રાઉન્ડમાં પ્રવેશવાની તકોને ક્ષતિગ્રસ્ત કરી રહી છે. પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયનને તેના અભિયાનને પાટા પર લાવવાની જરૂર છે. મહત્વનું છે કે, આજે 26મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુકાબલો થશે. ટૂર્નામેન્ટમાં સતત પાંચ મેચ હારી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ મેચ જીતવાનો પડકાર છે. મુંબઈના તમામ દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ ગયા છે, જોકે પ્લેઈંગ ઈલેવનમાં એક ખેલાડીનો સમાવેશ કરવાની માંગણી હવે તેજ બની છે. તે ખેલાડી કોઇ બીજું નહીં પણ ક્રિકેટના ભગવાન ગણાતા સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર છે. 
અર્જુનને સતત બે સીઝનમાં મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે, પરંતું કેપ્ટન રોહિત શર્માએ તેને ડેબ્યૂ કરવાની તક આપી નથી. પરંતુ ટીમ પાંચ મેચ હારી ચૂકી છે ત્યારે અર્જુનને તક આપવાની માંગ ઉઠી છે. સારા તેંડુલકરે પણ અર્જુનની તસવીર પર કોમેન્ટ કરીને હલચલ મચાવી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અર્જુન તેંડુલકરની તસવીર શેર કરીને તેના ડેબ્યૂનો સંકેત આપ્યો છે. મુંબઈએ અર્જુનનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, અમારા ધ્યાનમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના આ કેપ્શન પરથી માનવામાં આવી રહ્યું છે કે અર્જુન તેંડુલકરને લખનૌ સામેની મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અર્જુન તેંડુલકર કેટલીક સીઝન માટે નેટ બોલર તરીકે MI સાથે સંકળાયેલો હતો અને IPL 2020 માટે UAE પણ ગયો હતો. 2021 માં, તે 20 લાખની મૂળ કિંમતે MI માં જોડાયો. IPL 2021 સીઝનના બીજા હાફ પહેલા ઈજાને કારણે તેનું અભિયાન ટૂંકું કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.