Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RR vs GT : 17 વિકેટ વાળા આ બોલરને બનાવી લો કેપ્ટન, 9 ટીમો છે આ બોલરથી પરેશાન

અહેવાલ : રવિ પટેલ IPL 2023ની 48મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR vs GT) વચ્ચે રમાશે. બંને વચ્ચે નંબર વન માટે જંગ ખેલાશે. ગુજરાત 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે રાજસ્થાન 10 પોઈન્ટ સાથે ચોથા...
rr vs gt   17 વિકેટ વાળા આ બોલરને બનાવી લો કેપ્ટન  9 ટીમો છે આ બોલરથી પરેશાન

અહેવાલ : રવિ પટેલ

Advertisement

IPL 2023ની 48મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR vs GT) વચ્ચે રમાશે. બંને વચ્ચે નંબર વન માટે જંગ ખેલાશે. ગુજરાત 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે રાજસ્થાન 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હાર્દિક પંડ્યાનું ગુજરાત ટોચનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે સંજુ સેમસનનું રાજસ્થાન મેચ જીતીને ટોચ પર આવવા માટે પ્રયાસ કરશે.

Advertisement

જો રાજસ્થાન ગુજરાતને હરાવશે તો તેને ગુજરાતની બરાબર 12 પોઈન્ટ મળશે, પરંતુ વધુ સારા રન રેટને કારણે તે ટોચ પર આવી જશે. બંને આ સિઝનમાં બીજી વખત સામસામે આવી રહ્યા છે. છેલ્લી મેચમાં રાજસ્થાને 3 વિકેટે જીત મેળવી હતી. IPLમાં રાજસ્થાને પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું હતું. વિજયનો હીરો શિમરોન હેટમાયર હતો, જેણે 26 બોલમાં અણનમ 56 રન ફટકાર્યા હતા.

Advertisement

એવા કેપ્ટનને પસંદ કરો જે બોલ વડે મેચને ફેરવે

હેટમાયર ભલે છેલ્લી મેચનો હીરો રહ્યો હોય, પરંતુ 48મી મેચમાં પ્રિડિક્શન કરવામાં આવ્યું છે કે, મોહમ્મદ શામીને કેપ્ટન બનાવી શકાય છે. શમીએ છેલ્લી મેચમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે દિલ્હી સામેની મેચમાં 4 ઓવરમાં ફક્ત 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. શમી 9 મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. તેની ઈકોનોમી 7.05ની છે.

વાઈસ કેપ્ટન જે રનનો વરસાદ કરે છે !

ગુજરાતના શમીને કેપ્ટન તરીકે પસંદ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે જ સમયે, વાઇસ કેપ્ટનશિપની દાવ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પર રમવી જોઈએ, જે રનનો વરસાદ કરી રહ્યો છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલ 9 મેચમાં 428 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને છે.

પ્રિડિક્શન ટીમ 

કેપ્ટન: મોહમ્મદ શમી

વાઈસ-કેપ્ટનઃ યશસ્વી જયસ્વાલ

વિકેટકીપરઃ રિદ્ધિમાન સાહા

બેટ્સમેનઃ યશસ્વી જયસ્વાલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર

ઓલરાઉન્ડરઃ આર અશ્વિન, હાર્દિક પંડ્યા

બોલરોઃ ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા

રાજસ્થાન રોયલ્સ પોસિબલ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, જેસન હોલ્ડર, જોસ બટલર, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા

ગુજરાત ટાઇટન્સ પોસિબલ પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહેમદ

Tags :
Advertisement

.