CSK ની જીત પર ખુશીથી રડી પડ્યા રિવાબા જાડેજા, Video
ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને CSKએ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. IPLમાં CSKનું આ 5મું ટાઈટલ છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ચોક્કો ફટકારીને CSK ટીમને જીત અપાવી હતી. હવે જાડેજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જીત બાદ પત્ની રિવાબાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રિવાબા ચેન્નઈની જીત પર ખુશીથી રડતા જોવા મળી રહ્યા છે. વળી તેઓ આ દરમિયાન એક સિમ્પલ ઈન્ડિયન સાડીમાં જોવા મળી રહ્યા છે. જે તેમની સિમ્પ્લિસિટીને રજૂ કરે છે.
M.O.O.D! 🤗
Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd
— IndianPremierLeague (@IPL) May 29, 2023
અંતિમ 2 બોલમાં બાજી ફેરવાઈ ગઇ
રવીન્દ્ર જાડેજાની મેચ વિનિંગ ફોરની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી જીતી લીધી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમને જીતવા માટે 15 ઓવરમાં 171 રનની જરૂર હતી. જાડેજાએ જ છેલ્લા બોલ પર ચોક્કો ફટકારીને ટીમને જીત અપાવી હતી. દરમિયાન જાડેજાની પત્ની અને પુત્રી મેચ જોવા માટે મેદાનમાં આવી ગયા હતા. પત્ની રિવાબાએ ભાવનાત્મક રીતે જાડેજાને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. IPL 2023ની આ ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ માત્ર 6 બોલ રમ્યા હતા. પરંતુ આ 6 બોલમાં તેણે મેદાનમાં તોફાની બેટિંગ કરી અને મેચને પોતાની ટીમ તરફ કરી હતી. તેણે ટીમ માટે અણનમ 15 રનનું યોગદાન આપ્યું હતું. CSKને જીતવા માટે છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં જાડેજાએ સતત સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. CSK ડગઆઉટમાં લગભગ દરેક જણ વિજય બાદ જાડેજા તરફ દોડ્યા હતા.
રિવાબા ખુશીમાં રોતા જોવા મળ્યા
આ દરમિયાન જાડેજાની પત્ની ધારાસભ્ય રિવાબા સ્ટેડિયમમાંથી મેચ જોઈ રહી હતી અને જીત બાદ તેઓ આનંદથી રડી પડ્યા હતા. જાડેજાએ પોતાની ટીમને વિજય અપાવતા જ રિવાબાએ મેદાનમાં આવીને જાડેજાને ગળે લગાડ્યો અને તે એક સુંદર ફિલ્મી દ્રશ્ય જેવું બની ગયું. જીહા, આ ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
CSK 💛 ko champion 🏆 banane wale Sir ravindra jadeja with his wife #IPL2023Finals #RavindraJadeja pic.twitter.com/MPVgaAPh5c
— Keshav Nagar (@keshavnagarncc) May 29, 2023
પતિ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવતા જોવા મળ્યા રિવાબા
ઐતિહાસિક મેચ જોવા માટે જાડેજાના પત્ની રીવાબા અને તેમની પુત્રી પણ હાજર રહ્યા હતા. અગાઉ, સ્ટેન્ડમાં બેઠેલા રિવાબાએ મેચ પૂરી થતાની સાથે જ તેના સાથી ખેલાડીઓને ગળે લગાવ્યા હતા. રિવાબા, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તે પછી તેમના પતિને હસતા જોવા સ્ટેડિયમમાં આવ્યા અને પછી તેમને ગળે લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં CSKના બેટ્સમેનો પિચ પર આવ્યા હતા. પરંતુ થોડા બોલ બાદ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદને કારણે મેચ 12.10 કલાકે ફરી શરૂ થઈ હતી. અમ્પાયરોએ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ CSKને 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે CSK એ છેલ્લા બોલે હાંસલ કર્યો હતો.
આ પણ વાંચો - થોડીવાર માટે તો ધોનીએ પણ જીતની આશા છોડી દીધી હતી, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ