Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023: CSK અને GT વચ્ચે હવે આવતીકાલે રમાશે ફાઇનલ મેચ...

ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મેચ વરસાદના કારણે રમાઇ શકી નથી. હવે તેનું આયોજન 'રિઝર્વ ડે' એટલે કે આવતીકાલે સોમવારે 29મી મેના રોજ કરવામાં આવશે.... The #Final of the #TATAIPL 2023 has been moved to the...
ipl 2023  csk અને gt વચ્ચે હવે આવતીકાલે રમાશે ફાઇનલ મેચ
ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મેચ વરસાદના કારણે રમાઇ શકી નથી. હવે તેનું આયોજન 'રિઝર્વ ડે' એટલે કે આવતીકાલે સોમવારે 29મી મેના રોજ કરવામાં આવશે....

Advertisement

આવતીકાલે ફિઝીકલી ટિકીટ્સ માન્ય
IPLના આયોજકો દ્વારા જણાવાયું હતું કે મેચની આજે લીધેલી ફિઝીકલી ટિકીટ્સ આવતીકાલની મેચમાં માન્ય રખાશે અને આવતીકાલે આ ટિકીટ્સ લઇને મેચ નિહાળવા આવવા વિનંતી કરાઇ છે.
વરસાદના કારણે આજની મેચ રદ
આજની મેચ શરુ થાય તે પહેલાં જ 6 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ શરુ થયો હતો જે રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં થોડો સમય વરસાદે વિરામ લીધો હતો અને ત્યારે એવું લાગતું હતું કે મેચ ફરી શરુ થશે પણ ત્યારબાદ ફરીથી વરસાદ શરુ થતાં એમ્પાયર્સ દ્વારા આવતીકાલે સોમવારે 29મી મે ના રોજ ફાઇનલ મેચ યોજવાનું નક્કી કરાયું હતું...
વરસાદથી દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું
ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના આ દિલધડક મુકાબલા માટે ક્રિકેટ રસીકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને દર્શકો સ્ટેડિયમમાં પણ પહોંચી ગયા હતા. દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પણ સાંજે ભારે વરસાદ શરુ થતાં દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. મોટા ભાગના દર્શકો સ્ટેડિયમ છોડીને ઘર તરફ જતાં જોવા મળ્યા હતા.
Tags :
Advertisement

.