Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2025 બનશે વધારે રસપ્રદ, 4 થી વધારે ખેલાડી રિટેન કરી શકશે ટીમ? આ દિગ્ગજો થશે રિલીઝ

IPL 2025 Retain List Rule : IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ વખતનું મેગા ઓક્શન ઘણા અર્થમાં અલગ હોઇ શકે છે. કારણ કે મળતી માહિતી અનુસાર આ વખતે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઓક્શન પહેલા...
ipl 2025 બનશે વધારે રસપ્રદ  4 થી વધારે ખેલાડી રિટેન કરી શકશે ટીમ  આ દિગ્ગજો થશે રિલીઝ

IPL 2025 Retain List Rule : IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ વખતનું મેગા ઓક્શન ઘણા અર્થમાં અલગ હોઇ શકે છે. કારણ કે મળતી માહિતી અનુસાર આ વખતે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઓક્શન પહેલા ખેલાડીઓને રિટેન કરવાની સંખ્યાના નિયમમાં મોટો ફેરફાર આવી શકે છે, જેમાં ટીમ 4 કરતા વધારે ખેલાડીઓને રિટેન કરી શકશે. હવે આ નિયમની જાહેરાત થવાની તારીખ સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો :

સપ્ટેમ્બરમાં નવા નિયમોની થશે જાહેરાત

પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવતો હતો કે, 31 ઓગસ્ટના રોજ રિટેનના નિયમ અંગે તસ્વીર સ્પષ્ટ થઇ જશે, પરંતુ હવે તેની તારીખ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ESPN ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, નિયમોની જાહેરાત સપ્ટેમ્બરની શરૂઆતમાં થઇ શકે છે. જો કે હજી તે અંગે કોઇ અધિકારીક માહિતી સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો : ICC અધ્યક્ષ બનતા જ Jay Shah એ આપ્યું મોટું નિવેદન, હવે લેશે આ મોટા નિર્ણયો...

ગત્ત સિઝનમાં 4 ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી હતી

2022 ના આઇપીએલ પહેલા થયેલા મેગા ઓક્શનમાં ટીમની પાસે 4 ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી હતી. હવે બીસીસીઆઇ દ્વારા નિયમમાં શું ફેરફાર કરવામાં આવે છે તે જોવું રસપ્રદ હશે. કેટલા ખેલાડીઓ રિટેન કરવાની પરવાનગી મળે છે.

Advertisement

આ પણ વાંચો : JAY SHAH પહેલા આ ભારતીયોએ પણ નિભાવી છે ICCમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ, જુઓ યાદી

આ સ્ટાર ખેલાડીઓ રિલિઝ થઇ રહ્યા હોવાના સમાચાર

મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અંગે કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, તેને રિલિઝ કરવામાં આવી શકે છે. મુંબઇથી રિલીઝ થઇને શર્મા પંજાબ કિંગ્સમાં જોડાય તેવી શક્યતાઓ પણ છે. જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. હવે તે જોવું ખુબ જ રસપ્રદ હશે કે મેગા ઓક્શનમાં પહેલા શું ફેરફાર થાય છે.

આ પણ વાંચો : Paris Paralympics 2024 Full Schedule : પેરાલિમ્પિક 2024નો આજથી આરંભ, જાણો ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

કે.એલ રાહુલ પણ છુટો થાય તેવી શક્યતા

આ ઉપરાંત કે.એલ રાહુલ અંગે પણ કેટલાક અહેવાલો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2024 ના આઇપીએલમાં લખનઉની કમાન સંભાળનારા રાહુલને પણ રિલીઝ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રાહુલની જુની ફ્રેંચાઇજી RCB માં જોડાય તેવી શક્યતા છે. જો કે હજી સુધી આ તમામ બાબતે સુત્રોના હવાલાથી વિવિધ અહેવાલો આવી રહ્યા છે. પરંતુ કોઇ અધિકારીક પૃષ્ટી હજી સુધી નથી મળી રહી.

આ પણ વાંચો : વ્હીલચેરથી Paris Paralympics સુધીની સફર, જાણો કોણ છે આ પ્રણવ સુરમા

Tags :
Advertisement

.