Ranji Trophy 2024-25 : રોહિત-ગિલ-જયસ્વાલ ફ્લોપ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા
- ઑસ્ટ્રેલિયા પ્રવાસ બાદ આ ખેલાડીઓ રણજી ટ્રોફીમાં પણ ફેઇલ
- રોહિત-ગિલ-જયસ્વાલ Ranji Trophy માં ફ્લોપ
- રોહિત 3 રન, ગિલ 4 રન અને જ્યસ્વાલે 4 રન બનાવ્યા
Ranji Trophy 2024-25 : રણજી ટ્રોફી 2024-25નો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી વતન પરત ફરેલા ભારતીય ટીમના ઘણા મોટા નામો આ તબક્કામાં ભાગ લઈ રહ્યા છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મુંબઈ તરફથી રમી રહ્યા છે, જ્યારે શુભમન ગિલ પંજાબ તરફથી રમી રહ્યો છે. ઋષભ પંત દિલ્હી ટીમનો ભાગ છે અને રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર તરફથી મેદાનમાં ઉતર્યા છે. આ તમામ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમના ટોચના નામોમાં સામેલ છે.
ફ્લોપ રહ્યા રોહિત, ગિલ અને જયસ્વાલ
રણજી ટ્રોફી (Ranji Trophy) ના બીજા તબક્કાની પ્રથમ મેચમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે ચાલી રહેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી. ઓપનિંગ માટે ઉતરેલા રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો, જ્યારે યશસ્વી જયસ્વાલ 4 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. પંજાબ અને કર્ણાટક વચ્ચેની બીજી મેચમાં પંજાબ તરફથી ઓપનિંગ કરતો શુભમન ગિલ પણ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ચિંતા વધી
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ રોહિત શર્મા અને શુભમન ગિલનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, જ્યારે યશસ્વી જયસ્વાલના બેટથી રન આવ્યા હતા. હવે રણજી ટ્રોફીમાં આ ત્રણેય ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ટેન્શનને વધારતું જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની તૈયારીના ભાગરૂપે આ ખેલાડીઓનું પ્રદર્શન મહત્વપૂર્ણ છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલે, તો ટીમ ઈન્ડિયા માટે ટોચના ઓર્ડરમાં વધુ વિકલ્પ શોધવા જરૂરી બનશે.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા કવાયત તેજ, 128 વર્ષ બાદ થઈ રહી છે વાપસી