Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે 108 રનની તોફાની ઇનિંગ રમીને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડ્યો

ICC વર્લ્ડ કપ 2023ની 35મી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઓવરથી જ જોરદાર ઇનિંગ રમવાનું શરૂ કર્યું હતું. ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર...
04:55 PM Nov 04, 2023 IST | Harsh Bhatt

ICC વર્લ્ડ કપ 2023ની 35મી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઓવરથી જ જોરદાર ઇનિંગ રમવાનું શરૂ કર્યું હતું. ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રના બેટથી ફરી આજે તૂફાની પારી નીકળી છે. રચિન રવિન્દ્ર આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સિરીઝમાં પાકિસ્તાન સામે બેટિંગ કરતી વખતે રચિન રવિન્દ્રએ 108 રનની તોફાની ઇનિંગ રમીને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

રચિને કોહલીને પાછળ છોડી દીધો

રચિન રવિન્દ્રએ આજે ​​પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે.રચિને લગભગ તમામ ટીમો સામે રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે સદી ફટકારીને તેણે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 442 રન બનાવ્યા છે. તે જ સમયે, રચિન રવિન્દ્રએ કોહલીને પાછળ છોડી 523 રન બનાવ્યા છે. જોકે, રચિને 8 મેચમાં 523 રન બનાવ્યા છે, જ્યારે કોહલી હજી સુધી માત્ર 7 મેચ રમ્યો છે.

હવે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે

આ ઇનિંગ સાથે, રચિન આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડી કોક સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને છે. તેણે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 545 રન બનાવ્યા છે. રચિને પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમીને કોહલીને પાછળ છોડી દીધો છે અને બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો -- WORLD CUP 2023 : ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો,આ ઓલરાઉન્ડર ખેલાડી વર્લ્ડ કપમાંથી થયો બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
hundredPAKISTAN VS NZRachin RavindraRankingrecordTOP SCORERVirat Kohliworld cup 2023
Next Article