Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Paralympics 2024 : કપિલ પરમારે જુડોમાં જીત્યો ઐતિહાસિક મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ ભારતના કપિલ પરમારે જૂડોમાં જીત્યો ઐતિહાસિક મેડલ જૂડોમાં કપિલ પરમારને ઐતિહાસિક બ્રોન્ઝ ભારતના કુલ મેડલની સંખ્યા 25 પર પહોંચી Paris Paralympics 2024 : ભારતના કપિલ પરમારે (Kapil Parmar) પેરાલિમ્પિક્સની 60 કિગ્રા J1 પુરુષોની...
paris paralympics 2024   કપિલ પરમારે જુડોમાં જીત્યો ઐતિહાસિક મેડલ
Advertisement
  • પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ
  • ભારતના કપિલ પરમારે જૂડોમાં જીત્યો ઐતિહાસિક મેડલ
  • જૂડોમાં કપિલ પરમારને ઐતિહાસિક બ્રોન્ઝ
  • ભારતના કુલ મેડલની સંખ્યા 25 પર પહોંચી

Paris Paralympics 2024 : ભારતના કપિલ પરમારે (Kapil Parmar) પેરાલિમ્પિક્સની 60 કિગ્રા J1 પુરુષોની પેરા જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે.

બ્રાઝિલના પેરા એથ્લેટને હરાવી કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 8માં દિવસે પેરા-જુડો ઈવેન્ટમાં 25મો મેડલ આવ્યો છે. ભારતીય પેરા એથ્લેટ કપિલ પરમારે (Kapil Parmar) પુરુષોની પેરા-જુડો 60 કિગ્રા વર્ગની સ્પર્ધામાં બ્રાઝિલના પેરા એથ્લેટ એલિલ્ટન ઓલિવિરાને 10-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મધ્યપ્રદેશના 24 વર્ષના કપિલ પરમારે ચેમ્પ-ડી-માર્સ એરેનામાં આ મેચ જીતી હતી. કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત હવે મેડલ ટેલીમાં 14માં સ્થાને પહોંચી ગયું છે, જેમાં 5 ગોલ્ડ સિવાય હવે 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ જીતવામાં સફળતા મળી છે. 8માં દિવસે મેડલની સંખ્યામાં વધારો થવાની ખાતરી છે. ટોક્યોમાં આયોજિત અગાઉની પેરાલિમ્પિક ગેમ્સની સરખામણીમાં ભારતે આ વખતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે જેમાં તેણે કુલ 19 મેડલ જીત્યા હતા.

Advertisement

Advertisement

કપિલને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

પેરાલિમ્પિક્સ 2024માં, કપિલ પરમારે સેમિફાઇનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે ક્વાર્ટર ફાઇનલ મેચમાં વેનેઝુએલાના માર્કો ડેનિસ બ્લેન્કોને 10-0થી હરાવ્યો હતો. સેમિફાઇનલમાં તેનો સામનો ઈરાનની એસ બનિતાબા ખોર્રમ સામે થયો હતો જ્યા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પરમારે મેડલ જીતવાની આશા છોડી ન હોતી અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં પેરા તીરંદાજી, પેરા એથલીટ, પેરા શૂટિંગ, પેરા બેડમિન્ટન અને પેરા જુડોની ઈવેન્ટ્સમાં મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી છે.

આ પણ વાંચો:  એક જીતથી ગરીબ બની જશે ટેનિસ સ્ટાર! US Open ની ફાઈનલમાં પહોંચી તો થશે કરોડોનું નુકસાન

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Botad : રાણપુરમાં વરસાદને પગલે રોડ પર પાણી ભરાયું, કમર સુધી પાણી ભરાતા રહીશોનો ભારે હાલાકી

featured-img
રાષ્ટ્રીય

Bihar Election 2025: 99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશેઃ Tej Pratap Yadav

featured-img
Top News

Rajkot: ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે CMને લખ્યો પત્ર, પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

featured-img
ટેક & ઓટો

Youtube એ પોલીસીમાં કર્યો ફેરફાર, હવે આવા વિડીયો અપલોડ કરવા પર કમાણી થશે નહીં

featured-img
Top News

Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

featured-img
Top News

CONGRESS : 'પેડમેન' સ્ટ્રેટર્જીને આંચકો, સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીની તસ્વીરથી વિવાદ

×

Live Tv

Trending News

.

×