Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુડો રમતના ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે છે તૈયાર, જાણો કેવી છે તેમની તૈયારીઓ

નેશનલ ગેમ્સની તારીખ જાહેર થઈ ગઈ છે અને તે પણ આ વખતે ગુજરાતમાં યોજાવાની છે. જેને લઈને ખેલાડીઓ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વળી જણાવી દઇએ કે, 29 તારીખના રોજ વડાપ્રધાનશ્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. 36મી નેશનલ ગેમ્સનું અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીનું આયોજન થવાનું છે. આ ઈવેન્ટની શરૂઆત સાંજે 6 વાગે થશે.નડિયાદના સ્પોર્ટ્à
જુડો રમતના ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે છે તૈયાર  જાણો કેવી છે તેમની તૈયારીઓ
નેશનલ ગેમ્સની તારીખ જાહેર થઈ ગઈ છે અને તે પણ આ વખતે ગુજરાતમાં યોજાવાની છે. જેને લઈને ખેલાડીઓ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વળી જણાવી દઇએ કે, 29 તારીખના રોજ વડાપ્રધાનશ્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. 36મી નેશનલ ગેમ્સનું અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીનું આયોજન થવાનું છે. આ ઈવેન્ટની શરૂઆત સાંજે 6 વાગે થશે.
નડિયાદના સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ખેલાડીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્પોર્ટ્સ પ્લેયર્સ માટે કોઈ પણ ચેમ્પિયનશિપ હોય પરંતુ તે માટેની તૈયારીઓ પૂરા જોરશોરથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. આવનારી 36મી નેશનલ ગેમ્સને લઈને જુડો ગેમના ખેલાડીઓ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જુડો ગેમની જો વાત કરવામાં આવે તો તે એક આધુનિક માર્શલ આર્ટ અને યુદ્ધ રમત છે, જેનું સર્જન ડૉ.કાનો જિગોરો દ્વારા 1882માં જાપાનમાં કરવામાં આવ્યું હતું. 
તેનું સૌથી અગત્યની વિશેષતા તેના હરિફાઇનું તત્વ છે, જેનો ઉદ્દેશ પ્રતિદ્વદ્ધિને દૂર ફેંકી દેવાનો અથવા જમીન પર પાડી દેવાનો, સજ્જડ કરી દેવાનો અથવા યુકિતપૂર્વક બાથ ભીડી પોતાને તાબે લઇ, તેને દબાણપૂર્વક બે પગથી આંકડીવાળી અથવા શ્વાસ ગુંગળાવી તેને શરણાગતિ સ્વીકારી ફરજ પાડવાનો હોય છે. 
નેશનલ ગેમ્સમાં મેડલ જીતવા માટે ખેલાડીઓએ વોમ અપની સાથે સાથે પોતાની કમર કસી દીધી છે. આ ગેમમાં હાથ અને પગ દ્વારા ફટકા અને જોરના ધક્કા સાથે સંરક્ષણના હથિયારોનો ઉપયોગ જુડોનો ભાગ છે. અગાઉથી નક્કી કરેલા હોય તેવા દાવ(કાટા) અને ફ્રી પ્રેક્ટિસ(રાન્દોરી) જુડોની હરિફાઇમાં ગ્રાહ્ય નથી. જુડો માટે વિકસાવેલી ફિલોસોફી અને અનુગામી શિક્ષણ પદ્ધિત અન્ય આધુનિક જાપાનિઝ માર્શલ આર્ટ માટે આદર્શ બની ગયુ છે જેનો વિકાસ પારંપરાગત શાળા(કોરયુ )ઓમાંથી થયો હતો. 
નેશનલ ગેમ્સમાં જીત મેળવવા ખેલાડીઓ પોતાના ડાયેટ પર પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. સાથે કોઈ પણ પ્રકારની ઇન્જરી ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો ફિઝિયોથેરાપી માટે ડોકટર પણ તૈનાત કરાયા છે.
ખેલાડીઓની સાથે સાથે કોચના માથે પણ મોટી જવાબદારી હોવાથી હેડ કોચ અને એક્સપર્ટ કોચ દિવસ રાત તૈયારી કરી રહ્યા છે. સરકાર તરફથી ખેલાડીઓની ખૂબ જ સારી સહાય આપવામાં આવે છે. જેથી કોઈ પણ ખેલાડીને અગવડ ન પડે અને તમામ કોચ અને ખેલાડીઓ સરકારનો દિલથી આભાર માની રહ્યા છે અને પોતાની ટીમની સાથે લડીને મેડલ જીતશે તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.