Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Paralympics 2024 : ભારત માટે વધુ એક Good News, યોગેશ કથુનિયાએ જીત્યો Silver Medal

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ ભારતના યોગેશ કથુનિયાએ જીત્યો સિલ્વર મેડલ મેન્સ ડિસ્ક્સ થ્રોમાં ભારતના યોગેશને સિલ્વર 42.22 મીટરનો થ્રો કરીને યોગેશ જીત્યા સિલ્વર Paris Paralympics 2024 : પેરિસ ઓલિમ્પકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતના યોગેશ...
02:58 PM Sep 02, 2024 IST | Hardik Shah
Yogesh Kathunia wins Silver Medal in Paris Paralympics 2024

Paris Paralympics 2024 : પેરિસ ઓલિમ્પકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતના યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્ક્સ થ્રોમાં Silver Medal જીત્યો છે. યોગેશે 42.22 મીટરની થ્રો કરીને આ સિલ્વર મેડલ (Silver Medal) પોતાના નામે કર્યો છે.

યોગેશ કથુનિયાએ જીત્યો સિલ્વર મેડલ

આજે (2 સપ્ટેમ્બર) પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના પાંચમા દિવસે ભારત માટે વધુ એક Good News આવ્યા છે. આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 8 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સૌ પ્રથમ, અવની લેખારાએ શુક્રવાર (30 ઓગસ્ટ)ના રોજ R2 મહિલા 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે શૂટર મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે 31 ઓગસ્ટના રોજ, મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે પાંચમો મેડલ જીત્યો. આ બ્રોન્ઝ મેડલ હતો. રૂબીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 211.1 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ, પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો અને નિષાદ કુમારે મેન્સ હાઈ જમ્પ (T47)માં સિલ્વર મેડલ જીત્યો. હવે યોગેશે શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર જીત્યો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

આ પણ વાંચો:  Paris Paralympics 2024: 23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ

Tags :
2024 paralympicsday 3 full schedule paralympicsGujarat FirstHardik Shahindia at the paralympics paris 2024india full scheduleIndia Schedule at Paralympics 2024India Schedule at Paralympics 2024 Day 3MedalOLYMPICS 2024paralympic games 2024Paralympicsparalympics 2024Paris 2024PARIS OLYMPICS 2024Paris ParalympicsParis Paralympics 2024paris paralympics 2024 indiaParis Paralympics 2024 NewsParis Paralympics 2024 Scheduleparis paralympics 2024 schedule detailsparis paralympics india complete scheduleparis paralympics today's scheduleSilver Medaltoday schedule india paralympics
Next Article