Paris Paralympics 2024 : ભારત માટે વધુ એક Good News, યોગેશ કથુનિયાએ જીત્યો Silver Medal
- પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ
- ભારતના યોગેશ કથુનિયાએ જીત્યો સિલ્વર મેડલ
- મેન્સ ડિસ્ક્સ થ્રોમાં ભારતના યોગેશને સિલ્વર
- 42.22 મીટરનો થ્રો કરીને યોગેશ જીત્યા સિલ્વર
Paris Paralympics 2024 : પેરિસ ઓલિમ્પકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતના યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્ક્સ થ્રોમાં Silver Medal જીત્યો છે. યોગેશે 42.22 મીટરની થ્રો કરીને આ સિલ્વર મેડલ (Silver Medal) પોતાના નામે કર્યો છે.
યોગેશ કથુનિયાએ જીત્યો સિલ્વર મેડલ
આજે (2 સપ્ટેમ્બર) પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના પાંચમા દિવસે ભારત માટે વધુ એક Good News આવ્યા છે. આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 8 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સૌ પ્રથમ, અવની લેખારાએ શુક્રવાર (30 ઓગસ્ટ)ના રોજ R2 મહિલા 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે શૂટર મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો.
Medal Alert 🚨
Yogesh Kathuniya clinched silver medal in the Discus Throw F56 at the 2024 Paris Paralympics, matching his achievement from 2020 Tokyo Games.
This win brings India's total medal count at Paris 2024 to eight.#ParisParalympics2024 #Paralympics2024 #Paris2024 pic.twitter.com/rgqH7BbWAT
— Khel Now (@KhelNow) September 2, 2024
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે 31 ઓગસ્ટના રોજ, મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે પાંચમો મેડલ જીત્યો. આ બ્રોન્ઝ મેડલ હતો. રૂબીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 211.1 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ, પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો અને નિષાદ કુમારે મેન્સ હાઈ જમ્પ (T47)માં સિલ્વર મેડલ જીત્યો. હવે યોગેશે શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર જીત્યો.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ
- અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
- મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
- મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
- રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
- નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
- યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
આ પણ વાંચો: Paris Paralympics 2024: 23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ