PARIS OLYMPICS 2024: બોક્સિંગ ચેમ્પિયન Imane Khelif એ નોંધાવી કાનૂની ફરિયાદ, જાણો શું છે કારણ
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. હવે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં વિવાદનો ભાગ બનેલી અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ ‘ઓનલાઈન હેરેસમેન્ટ’ માટે ઔપચારિક કાનૂની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ખલીફ ઉપરાંત તાઈવાનની લિન યુ-ટિંગ પણ લિંગ વિવાદનો એક ભાગ હતી. જેના બાદ સોશિયલ મીડિયા ઉપર તેની ખૂબ જ મજાક બનાવવામાં આવી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
Imane Khelif એ ઓનલાઈન હેરેસમેન્ટ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
PARIS OLYMPICS ગેમ્સમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. BOXING માં ગોલ્ડ મેડલ જીતનાર ઈમાન ખલીફે કાનૂની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતીના અનુસાર, ઈમાન ખલીફે ઓનલાઈન ઉત્પીડન બાબતે પેરિસ કરેક્શન કોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો : મનીઝા તલાશે ઓલિમ્પિકમાં કર્યું કંઈક એવું, ઇવેન્ટમાંથી કરાઈ Disqualify