Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : વાહ Manu Bhaker વાહ! આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય બની

Paris Olympic 2024 ના ચોથા દિવસની શરૂઆત ભારત માટે એક મેડલની જીત સાથે થઇ છે. આજે શૂટિંગમાં દેશને આશા હતી કે Manu Bhaker અને Sarbjot Singhની જોડી કમાલ કરીને બતાવશે અને આવું જ કઇંક જોવા મળ્યું હતું. અહીં સૌથી મોટી...
paris olympic 2024   વાહ manu bhaker વાહ  આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય બની

Paris Olympic 2024 ના ચોથા દિવસની શરૂઆત ભારત માટે એક મેડલની જીત સાથે થઇ છે. આજે શૂટિંગમાં દેશને આશા હતી કે Manu Bhaker અને Sarbjot Singhની જોડી કમાલ કરીને બતાવશે અને આવું જ કઇંક જોવા મળ્યું હતું. અહીં સૌથી મોટી વાત એ છે કે, મનુ ભાકર ભારતની આઝાદી બાદ પહેલી એવી એથલિટ બની છે કે જેણે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ પોતાના નામે કર્યા હોય.

Advertisement

મનુ ભાકરે શૂટિંગમાં ઈતિહાસ રચ્યો

આજે 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ કોરિયાના ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને ભારતને પેરિસ ઓલિમ્પિકમાં બીજો મેડલ અપાવ્યો હતો. આ જીત એટલે પણ મહત્વની છે કે મનુ ભાકર આઝાદી બાદની એક માત્ર એથલિટ બની ગઇ છે જેણે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ પોતાના નામે કર્યો હોય. મનુએ સરબજોત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ કેટેગરીમાં કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય જોડીએ કોરિયાને 16-10થી હરાવીને આ ઓલિમ્પિકમાં દેશને બીજો મેડલ અપાવ્યો હતો. આ પહેલા મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. બ્રિટિશ મૂળના ભારતીય ખેલાડી નોર્મન પ્રિચર્ડે 1900ના ઓલિમ્પિકમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા, પરંતુ તે સિદ્ધિ આઝાદી પહેલા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

મનુ ભાકરે રેકોર્ડ બનાવ્યો

હરિયાણાની એથ્લેટ મનુ ભાકરે ઓલિમ્પિક 2024માં બે દિવસમાં બે મેડલ જીત્યા છે. તેણે ગેમ્સના બીજા દિવસે 28 જુલાઈએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બે દિવસ પછી, એટલે કે 30 જુલાઈએ, મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં તેનો બીજો મેડલ જીત્યો. આ પણ બ્રોન્ઝ મેડલ હતો. મનુએ આ બે મેડલ સાથે ઈતિહાસ રચ્યો હતો. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની ગઈ છે. જોકે નોર્મન પ્રિચાર્ડે અગાઉ 1900 ઓલિમ્પિકમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા, આ સિદ્ધિ આઝાદી પૂર્વેના યુગમાં મળી હતી. 1900 ઓલિમ્પિક્સનું પણ પેરિસમાં આયોજન કરવામાં આવ્યું હતું.

કોરિયાને ધૂળ ચટાળી

ભારતીય એથ્લેટ મનુ ભાકર અને સરબજોત સિંહે કોરિયન ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે આ મેચ 16-10ના માર્જીનથી જીતી હતી. ભારતે છેલ્લે 12 વર્ષ પહેલા લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે મેડલ જીત્યા હતા. જ્યાં ગગન નારંગ અને વિજય કુમાર શર્માએ અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યા હતા. આ પછી ભારતને સતત બે ઓલિમ્પિક (રિઓ ઓલિમ્પિક્સ 2016 અને ટોક્યો ઓલિમ્પિક્સ 2020)માં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. બંને ખેલાડીઓએ ભારતની લાંબી રાહનો અંત આણ્યો હતો. આ ઈવેન્ટની સમાપ્તિ પછી જ ભારત ઓલિમ્પિક મેડલ ટેબલમાં 25માં સ્થાને આવી ગયું છે.

Advertisement

આ પણ વાંચો:  Paris Olympic 2024 : આઝાદી બાદ પહેલીવાર Manu Bhaker નો ઐતિહાસિક કમાલ

Tags :
Advertisement

.