Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : નીરજ ચોપરાએ વિનેશને લઇને દેશવાસીઓને શું કરી વિનંતી?

વિનેશ માટે નીરજની દિલથી અપીલ નીરજ ચોપરાએ વિનેશ ફોગાટને સમર્થન આપ્યું વિનેશ ફોગાટ માટે નીરજ ચોપરાની ભાવુક અપીલ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ધરતીને ધ્રુજાવી નાખી હતી. જ્યાં એક તરફ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં પોતાનું શ્રેષ્ઠ...
paris olympic 2024   નીરજ ચોપરાએ વિનેશને લઇને દેશવાસીઓને શું કરી વિનંતી
  • વિનેશ માટે નીરજની દિલથી અપીલ
  • નીરજ ચોપરાએ વિનેશ ફોગાટને સમર્થન આપ્યું
  • વિનેશ ફોગાટ માટે નીરજ ચોપરાની ભાવુક અપીલ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ધરતીને ધ્રુજાવી નાખી હતી. જ્યાં એક તરફ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં પોતાનું શ્રેષ્ઠ આપી દીધું ત્યાં બીજી તરફ વિનેશ ફોગાટ એક વિવાદમાં ફસાઈ ગઈ હતી. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારત માટે સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે ત્યારે એવી સંભાવનાઓ પૂરી હતી કે, વિનેશ ફોગાટ ફાઈનલમાં પોતાની પ્રતિસ્પર્ધીને હરાવી કુસ્તીમાં પ્રથમ ગોલ્ડ જીતશે. પણ કરમની કઢણાઈ કહીએ કે અંતિમ ક્ષણે તેનું વજન વધુ હોવાના કારણે તેને અયોગ્યા જાહેર કરવામાં આવી હતી. આ બંને ખેલાડીઓની કહાનીઓ આપણી આંખો સમક્ષ એક અલગ જ ચિત્ર બતાવે છે.

Advertisement

વિનેશ ફોગાટના સમર્થનમાં નીરજ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગર્વ કરાવનાર નીરજ ચોપરા પાસેથી આ વખતે પણ ઘણી આશાઓ હતી. ઇજાઓ સામે લડીને તેણે ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું. જોકે, આ વખતે સુવર્ણચંદ્રક પાકિસ્તાનના અર્શદ નદીમને મળ્યો. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. બીજી તરફ વિનેશ ફોગાટ, જેને દેશની બેટી છે, તે ફાઇનલ મેચ પહેલા જ એક વિવાદમાં ફસાઈ ગઈ હતી. માત્ર 100 ગ્રામ વધારે વજનના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ નિર્ણયના વિરોધમાં ભારતના ખેલાડીઓ અને ચાહકોએ અવાજ ઉઠાવ્યો હતો. વિનેશ જોડે જે થયું તેનાથી નીરજ ચોપરા પણ ઘણો નિરાશ છે અને તેણે વિનેશ ફોગટ વિશે કહ્યું કે તે મેડલ મેળવે તો સારું રહેશે, જો નહીં મળે તો મને લાગે છે કે એક વાત બાકી રહી જાય છે. લોકો તમને થોડા દિવસો સુધી યાદ કરશે. તે પણ કહેશે કે તમે અમારા ચેમ્પિયન છો, પરંતુ જો તમે પોડિયમ પર ન હોવ તો લોકો તમને ખૂબ જ ઝડપથી ભૂલી જાય છે. તે જ વસ્તુ છે જેનો મને ડર છે. મારી લોકોને વિનંતી છે કે વિનેશે દેશ માટે જે કર્યું તે તેઓ ભૂલે નહીં. નીરજ ચોપરાના નિવેદન પરથી લાગે છે કે તે દિલથી પ્રાર્થના કરી રહ્યો છે કે વિનેશને સિલ્વર મેડલ મળે.

Advertisement

નીરજે સિલ્વર જીત્યો

નીરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. આ ઈવેન્ટમાં નીરજ ચોપરાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે અર્શદ નદીમે પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ ગત ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પાકિસ્તાને આ મેડલ જીત્યો હતો. નદીમે પેરિસ ઓલિમ્પિકની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે ચોપરા, જે તેના ખિતાબનો બચાવ કરી રહ્યો હતો, તેણે 89.45 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો. નીરજ સુવર્ણચંદ્રક જીતવામાં સહેજ ચુકી ગયો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : ભારતને મળ્યો વધુ એક મેડલ, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ

Advertisement

Tags :
Advertisement

.