Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટના કેસમાં ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો

Paris Olympic 2024 માં શૂટિંગ બાદ મેડલ મળવાની સંભાવના કુસ્તીમાં હતી. વિનેશ ફોગાટ શરૂઆતી કુસ્તીની મેચથી આક્રમક જોવા મળી રહી હતી. તેણે જેવો મંગળવારે સેમિ ફાઈનલ મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ કર્યો તેની સાથે પૂરો દેશ ખુશીમાં મગ્ન થઇ ગયો હતો....
paris olympic 2024   કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટના કેસમાં ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો

Paris Olympic 2024 માં શૂટિંગ બાદ મેડલ મળવાની સંભાવના કુસ્તીમાં હતી. વિનેશ ફોગાટ શરૂઆતી કુસ્તીની મેચથી આક્રમક જોવા મળી રહી હતી. તેણે જેવો મંગળવારે સેમિ ફાઈનલ મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ કર્યો તેની સાથે પૂરો દેશ ખુશીમાં મગ્ન થઇ ગયો હતો. ભારતના તમામ નાગરિકો ઇચ્છી રહ્યા હતા કે ફોગાટ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કરે પણ કુદરતને કઇક અલગ જ પસંદ હતું. અંતિમ ક્ષણે વિનેશ ફોગાટને ફાઈનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ સમાચાર જેવા સામે આવ્યા સૌ કોઇ ચોંકી ગયા હતા. જેણે પણ આજે સવારે આ સમાચાર સાંભળ્યા તો પહેલા વિશ્વાસ ન કર્યો પણ પછી જ્યારે તેની સ્પષ્ટતા થતા જ દેશવાસીઓના દિલ તૂટી ગયા હતા. આ મામલે દેશના દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં નિવેદન આપ્યું છે. આવો જાણીએ શું છે તેમનું નિવેદન...

Advertisement

ખેલ મંત્રીએ સંસદમાં શું કહ્યું?

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે આ મુદ્દે ઓલિમ્પિક સમિતિ સમક્ષ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. રમતગમત મંત્રીએ કહ્યું, 'આજે તેનું વજન 50 કિલો 100 ગ્રામ હોવાનું જાણવા મળ્યું અને તેને અયોગ્ય જાહેર કરવામાં આવી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. IOA પ્રમુખ પીટી ઉષા પેરિસમાં છે, વડાપ્રધાને તેમની સાથે વાત કરી અને જરૂરી પગલાં લેવા જણાવ્યું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આગળ કહ્યું, 'સરકારે તેમને વ્યક્તિગત સ્ટાફ સહિત દરેક સુવિધા પૂરી પાડી. સરકારે વિનેશ ફોગાટને દરેક સ્તરે તમામ પ્રકારની રમતગમતની સુવિધાઓ અને તાલીમ પૂરી પાડી છે. વિનેશને પેરિસ ઓલિમ્પિક માટે 70 લાખ 45 હજાર 775 રૂપિયાની સહાય આપવામાં આવી છે.' અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે તે ભારતનું ગૌરવ છે અને તેણે મજબૂતીથી પાછા આવવું પડશે.

Advertisement

PM મોદીએ પ્રોત્સાહન આપ્યું

તેમણે X પર લખ્યું, 'વિનેશ, તું ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છે. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો. આજના આઘાતથી દુઃખ થયું છે. હું શબ્દોમાં કહી શકું તેમ નથી કે હું અત્યારે કેટલો નિરાશ છું, પરંતુ હું જાણું છું કે તમે પાછા આવશો. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે. મજબૂતીથી પાછા આવો, અમે બધા તમારી સાથે છીએ.

Advertisement

રાહુલ ગાંધીએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું

વળી, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને બુધવારે આશા વ્યક્ત કરી કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂત રીતે પડકારશે અને દેશની દીકરીને ન્યાય આપશે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, 'દુર્ભાગ્યની વાત છે કે વિશ્વ ચેમ્પિયન કુસ્તીબાજોને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ભારતનું ગૌરવ વિનેશ ફોગટને ટેકનિકલ કારણોસર અયોગ્ય ઠેરવવામાં આવી. અમને પૂરી આશા છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂત રીતે પડકારશે અને દેશની દીકરીને ન્યાય અપાવશે.

ઓલિમ્પિક કમિટીએ શું કહ્યું?

ઓલિમ્પિક કમિટીએ કહ્યું કે, આ વાત ખેદજનક છે કે મહિલા કુસ્તી 50 કિલોગ્રામ કેટેગરીમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરાઈ છે. આખી રાત ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આજે સવારે તેનું વજન 50 કિલોગ્રામની કેટેગરીમાં નક્કી મર્યાદા કરતાં વધુ હતું. આ અંગે અન્ય ટિપ્પણી કરવામાં આવશે નહીં, અમે તમને વિનેશ ફોગાટની પ્રાઇવસીનું સન્માન કરવાની વિનંતી કરીએ છીએ.

આ પણ વાંચો: Paris Olympic 2024 : વિનેશ ફોગાટનું Gold નું સપનું અને નિયમોનો ભાર, જાણો વજન ઉતારવા કેટલા કર્યા પ્રયાસ?

Tags :
Advertisement

.