Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, પ્રથમ થ્રોમાં જ ગોલ્ડ તરફ આગળ

ગોલ્ડન બોય નીરજ ચોપરાનું જોરદાર પ્રદર્શન જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ કર્યુ ક્વોલિફાય 89.34ના પ્રથમ થ્રો સાથે ફર્સ્ટ એટેમ્ટમાં ક્વોલિફાય નીરજ ચોપડાનું પ્રથમ થ્રોમાં સીઝન બેસ્ટ પ્રદર્શન Paris Olympic 2024 : આજે ભાલા ફેકમાં નીરજ ચોપરા (Neeraj Chopra) સૌ કૌઇની...
03:42 PM Aug 06, 2024 IST | Hardik Shah
Neeraj Chopra in Paris Olympic 2024

Paris Olympic 2024 : આજે ભાલા ફેકમાં નીરજ ચોપરા (Neeraj Chopra) સૌ કૌઇની નજર હતી કે, તે ગત ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં જે શાનદાર પ્રદર્શન કર્યું હતું તેનું પુનરાવર્તન કરવા મેદાને ઉતરશે. અને કઇંક એવું જ તાજેતરમાં જોવા મળ્યું છે. તેણે આજે ભાલા ફેક (Javelin Throw) માં સીઝન બેસ્ટ પ્રદર્શન કરી સીધા ફાઈનલમાં ક્વોલિફાય થઇ ગયો છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 89.34 મીટરના જંગી થ્રો સાથે જેવેલિન ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે.

નીરજ ચોપરાની શાનદાર શરૂઆત

નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં પોતાની તાકાત બતાવી છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંક્યો હતો. નીરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58ના અંતરે ફેંક્યો હતો તે આ સિઝનનો તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ દરમિયાન તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે નીરજ ચોપરાએ માત્ર ત્રણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. તેણે મે મહિનામાં દોહા ડાયમંડ લીગમાં 88.36 મીટરનો થ્રો કર્યો હતો. તેણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાંથી પીછેહઠ કરી હતી. આ પછી તેણે ફિનલેન્ડમાં યોજાયેલી પાવો નુર્મી ગેમ્સમાં વાપસી કરી હતી. આ દરમિયાન તેણે 85.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક પહેલા તેણે પેરિસ ડાયમંડ લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

આજે ભારતીય ખેલાડીઓનો દિવસ!

ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકનો આજે 11મો દિવસ છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સિઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે મંગળવારે ગ્રુપ બી ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34નો થ્રો કર્યો હતો. તેણે પ્રથમ પ્રયાસમાં જ સર્વશ્રેષ્ઠ થ્રો ફેક્યો હતો. ફાઈનલ 8 ઓગસ્ટે યોજાવાની છે. આ વખતે ગોલ્ડ મેડલની સૌથી વધુ આશા નીરજ પાસેથી છે. તેણે ટોક્યોમાં ગોલ્ડ જીત્યો હતો. બીજી તરફ રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે 50 કિગ્રા વર્ગમાં જાપાનની યુઇ સુસાકીને હરાવી છે. સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે. ભારત જર્મનીને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા માંગશે. ભારતે છેલ્લે 1980માં હોકીમાં ગોલ્ડ જીત્યો હતો. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ બ્રોન્ઝ જીત્યા છે, જે તમામ શૂટિંગમાં આવ્યા છે.

આ પણ વાંચો:  Olympics 2024: રેસલિંગમાં ભારત માટે ખુશ ખબર,વિનેશ ફોગાટ પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં

Tags :
Day 11 schedule olympics indiaIndia schedule in olympics 2024JAVELIN THROWER NEERAJ CHOPRANeeraj ChopraOlympicolympic 2024Olympics 2024 india schedule day11Paris 2024 schedule pdf indiaParis OlympicParis olympic 2024Paris Olympic 2024 newsparis olympic day 11Paris olympics day 11 india scheduleParis olympics day 11 india schedule venue
Next Article