Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : આઝાદી બાદ પહેલીવાર Manu Bhaker નો ઐતિહાસિક કમાલ

Paris Olympic 2024 નો આજે ચોથો દિવસ છે. ત્યારે સૌ કોઇને આજે આશા હતી કે શૂટિંગમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડી કમાલ કરીને બતાવશે. પણ જ્યારે પરિણામ સામે આવ્યું તે ભારતની તરફેણમાં આવ્યું છે. મનુ ભાકર પહેલી એથલિત છે...
paris olympic 2024   આઝાદી બાદ પહેલીવાર manu bhaker નો ઐતિહાસિક કમાલ

Paris Olympic 2024 નો આજે ચોથો દિવસ છે. ત્યારે સૌ કોઇને આજે આશા હતી કે શૂટિંગમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડી કમાલ કરીને બતાવશે. પણ જ્યારે પરિણામ સામે આવ્યું તે ભારતની તરફેણમાં આવ્યું છે. મનુ ભાકર પહેલી એથલિત છે જેણે આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. આજે તે શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળી હતી.

Advertisement

ભારતના નામે વધુ એક મેડલ

ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બંનેએ આ મેચ 16-10થી જીતી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ઈતિહાસ રચવાની નજીક હતી. ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય હવે મનુ ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેરી શકે તેવી આશા સાથે આજે તે અને સરબજોત સિંહની જોડી 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લીધો હતો. કોમ્પિટિશન પહેલા કહેવાતું હતું કે, મનુ ભાકર આ ઈવેન્ટ જીતીને ઈતિહાસ રચી શકે છે. અને આવું જ કઇંક જોવા મળ્યું. મનુ ભાકરે આજના દિવસે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

  • ઓલિમ્પિક શૂટિંગમાં ભારતે રચ્યો ઈતિહાસ
  • ઓલિમ્પિકથી ભારતને ખુશી આપનારા સૌથી મોટા સમાચાર
  • મનુ ભાકર-સરબજોત સિંઘે ભારતને અપાવ્યો બીજો મેડલ
  • 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમમાં ભારતને બ્રોન્ઝ મેડલ
  • બંને શૂટર્સે શરૂઆતથી જ કર્યું શાનદાર પ્રદર્શન
  • તાકતવર કોરિયન ટીમને 16-10થી આપ્યો પરાજય
  • કોરિયન ઓલિમ્પિક ચેમ્પિયન શૂટર યે જીનને આપ્યો પરાજય
  • ઓલિમ્પિક શૂટિંગમાં ઓવરઓલ ભારતનો 6ઠ્ઠો મેડલ
  • ઓલિમ્પિક શૂટિંગમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર પહેલી શૂટર
  • એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ખેલાડી
  • 10 મીટર એર પિસ્ટલમાં મેડલ જીતનારી પહેલી જોડી
  • વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટમાં મેડલ જીતનારી પહેલી શૂટર

Advertisement

ઓલિમ્પિક શૂટિંગમાં ભારતે રચ્યો ઈતિહાસ

આજનો દિવસ મનુ ભાકર માટે ખાસ રહ્યો હતો. આજે ઓલિમ્પિક શૂટિંગમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. અને આ ખુશી અપાવનારી બીજુ કોઇ નહીં પણ મનુ ભાકર છે. મનુ ભાકર અને સરબજોત સિંહે આજે 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમે ભારત માટે બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બંને શૂટર્સે શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ તાકતવર કોરિયન ટીમને 16-10 થી પરાજય આપ્યો છે. ઓલિમ્પિક શૂટિંગમાં ઓવરઓલ ભારતનો આ છઠ્ઠો મેડલ છે. વળી બીજી તરફ એક જ ઓલિમ્પિક શૂટિંગમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર પહેલી શૂટર બની છે. આ સિવાય 10 મીટર એર પિસ્ટલમાં મેડલ જીતનારી પણ આ પહેલી જોડી બની ગઇ છે.

મનુ ભાકરની બોક્સિથી શૂટિંગની સફર

હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે શાળાના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનારી 'થાન તા' નામની માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો હતો. બોક્સિંગ દરમિયાન મનુની આંખ પર ઈજા થઈ હતી, ત્યારબાદ બોક્સિંગમાં તેની સફર ખતમ થઈ ગઈ હતી. પરંતુ મનુને રમતગમત પ્રત્યે અલગ જુસ્સો હતો, જેના કારણે તે એક ઉત્તમ શૂટર બનવામાં સફળ રહી. મનુએ 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું, જ્યારે રિયો ઓલિમ્પિક 2016 પૂર્ણ થયું હતું. આના એક અઠવાડિયામાં તેણે તેના પિતાને શૂટિંગ પિસ્તોલ લાવવા કહ્યું. તેમના હંમેશા સહાયક પિતા રામ કિશન ભાકરે તેના માટે બંદૂક ખરીદી હતી અને તે એક નિર્ણય હતો જેણે એક દિવસ મનુ ભાકરને ઓલિમ્પિયન બનાવી દીધી હતી.

Advertisement

સરબજોત સિંહે ઘણા મેડલ જીથી ચુક્યા છે

સરબજોત સિંહના નામે ઘણા મેડલ છે. વર્ષ 2019માં સરબજોત સિંહે ISSF જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય સરબજોતે એશિયન ગેમ્સ શૂટિંગ સ્પર્ધામાં દિવ્યા ટી.એસ. ની સાથે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં ભારતને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો:  Paris Olympics 2024 નો આજે ચોથો દિવસ, મનુ ભાકર રચી શકે છે ઈતિહાસ

Tags :
Advertisement

.