Paris Olympic 2024 : જ્વેલિન થ્રોમાં ભારતના Neeraj Chopra એ જીત્યો સિલ્વર
- પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી મોટા સમાચાર
- જ્વેલિન થ્રોમાં ભારતના નીરજ ચોપડાએ જીત્યો સિલ્વર
- નીરજના સિલ્વર સાથે ભારતના હવે કુલ 5 મેડલ
- એથ્લેટિક્સમાં નીરજ ચોપડાએ રચ્યો અનોખો ઈતિહાસ
- ગોલ્ડ અને સિલ્વર જીતનારા નીરજ ભારતના પહેલા એથ્લિટ
- ચોમેર નિરાશા વચ્ચે નીરજ ચોપડાએ અપાવી ઝળહળતી ખુશી
- જ્વેલિન થ્રોમાં ભારતનો તાકતવર સિતારો ફરી ઝળક્યો
Paris Olympic 2024 : જે ક્ષણની ભારતના 140 કરોડ લોકો રાહ જોઇને બેઠા હતા, આખરે તે ક્ષણ આવી જ ગઇ. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા ગુરુવારે પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ ભારતને એકવાર ફરી ગર્વ કરવાની તક આપી છે. નીરજે આજે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનના અર્શદ નદીમે ગોલ્ડ જીત્યો છે.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પકમાં જીત્યો સિલ્વર મેડલ
પાકિસ્તાનના અર્શદ નદીમે 92.97 મીટર ફેંકી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. જણાવી દઇએ કે, આ ઓલિમ્પિકમાં એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ 90.57 મીટર સાથે નોર્વેના Andreas Thorkildsen ના નામે હતો. બીજી તરફ નીરજ ચોપરાએ પણ સીઝન બેસ્ટ 89.45 મીટર થ્રો ફેંક્યો હતો. બંને એથલિટ પોતાના પહેલા અટેમ્ટમાં ફાઉલ કરી ગયા હતા. અને બીજા અટેમ્ટ દરમિયાન આ બંને એથલિટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. પાકિસ્તાનના અર્શદ નદીમે ગોલ્ડ જીત્યો છે અને ભારતના નીરજ ચોપરાએ સિલ્વર મેડ જીત્યો છે.
🇮🇳🥈 𝗦𝗘𝗡𝗦𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗦𝗜𝗟𝗩𝗘𝗥! A terrific performance from Neeraj Chopra to win India's first Silver medal at #Paris2024 .
👏 Many congratulations to him on this incredible achievement!
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲… pic.twitter.com/uKjeiKGnFP
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
પાકિસ્તાનના અર્શદ નદીમે તોડ્યો રેકોર્ડ
પેરિસ ઓલિમ્પિકની શરૂઆત ચોપરા માટે ખાસ રહી હતી. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટર ભાલો ફેંકીને મેડલ જીતવાની આશા જગાવી હતી, જોકે તેને આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે નીરજ જેવા કુલ 9 ખેલાડીઓમાંથી પાંચે તેમના પહેલા જ થ્રોમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નીરજ ઓલિમ્પિક ઈતિહાસમાં આ ખિતાબ જાળવી રાખનાર પાંચમો પુરુષ ભાલા ફેંકનાર બનવાના ઈરાદા સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઇએ કે, ઓલિમ્પિકમાં રેકોર્ડની જો વાત કરીએ તો 90.57 મીટર (Andreas Thorkildsen) હતો જે હવે પાકિસ્તાનના અર્શદ નદીમના નામે થઇ ગયો છે. જો વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો 98.48 મીટર (Jan Zelezny) છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : Neeraj Chopra તરફ સૌની નજર, ગોલ્ડ માટે આજે મેદાનમાં ઉતરશે