ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : ભારતીય શૂટર મનુ ભાકરનો 25 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં પ્રવેશ

પેરિસ ઓલિમ્પિક શૂટિંગમાં ભારત માટે મોટા સમાચાર સ્ટાર શૂટર મનુ ભાકર પહોંચ્યા વધુ એક શૂટિંગ ફાઈનલમાં 25 મીટર એર પિસ્ટલની ફાઈનલમાં પહોંચ્યા મનુ ભાકર 590 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે રહ્યા ભાકર પ્રિશિસન અને રેપિડ રાઉન્ડમાં કંપ્લીટ કંટ્રોલમાં દેખાયા...
05:22 PM Aug 02, 2024 IST | Hardik Shah
Manu Bhaker reaches the final of 25m air pistol

Paris Olympic 2024 : Manu Bhaker એ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. તેણે 25 મીટર એર પિસ્તલની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતીય શૂટિંગમાં નવી ઉંચાઈઓ સ્થાપિત કરી છે. મનુ ભાકર (Manu Bhaker) એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 590 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન મેળવ્યું છે. મનુ ભાકર પ્રિસિઝન અને રેપિડ રાઉન્ડ બંનેમાં સંપૂર્ણ નિયંત્રણમાં જોવા મળી હતી અને આ રીતે તેણે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો કર્યો હતો. એશા સિંઘે પણ સારું પ્રદર્શન કર્યું પરંતુ તે ફાઇનલમાં પ્રવેશ કરી શકી નહીં.

મનુ ભાકર પાસે ઈતિહાસ રચવાની તક

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. તે હવે બીજી ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં ભારતને ફરી એકવાર તેની પાસેથી મેડલની આશા છે. તેણે ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં તેની પાસે મેડલની હેટ્રિક મેળવવાની શાનદાર તક છે. સમગ્ર દેશની નજર મનુ ભાકર (Manu Bhaker) પર છે. તેણે શૂટિંગની 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તેણે જે બે મેડલ જીત્યા હતા તે 10 મીટર એર પિસ્તોલની સિંગલ અને ટીમ ઈવેન્ટમાં હતા. મનુ ભાકર પાસે હવે ઈતિહાસ રચવાની તક છે.

મેડલની હેટ્રિક કરવા તૈયાર મનુ ભાકર

મનુ ભાકર એક એવું નામ છે જેણે ઓલિમ્પિક્સ 2024માં ભારત માટે એક પછી એક ઇવેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી જે પણ ઈવેન્ટમાં ભાગ લીધો છે તેમાં મેડલ જીત્યા છે. આ વખતે તેની પાસે વધુ એક તક છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું તે આ વખતે ગોલ્ડ મેડલ જીતી શકશે. વાસ્તવમાં તેની પાસે બે બ્રોન્ઝ મેડલ છે. જ્યારે ભારતે હજુ સુધી એક પણ ગોલ્ડ જીત્યો નથી. આવી સ્થિતિમાં તેની પાસે ગોલ્ડ મેડલ માટે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. વળી, મનુ ભાકરનું લક્ષ્ય 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની તુલનામાં 25 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં વધુ સારું છે. આ ઈવેન્ટમાં તેના નામે ઘણા મેડલ છે.

આ પણ વાંચો:  Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી

Tags :
Broadcast in IndiaGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian forceIndian Forces Paris Olympicsindian playersManu Bhakermanu bhaker in finalManu Bhaker NewsMedal expectationsOlympicolympic 2024Olympic Games datesParis 2024 eventsParis OlympicParis olympic 2024PARIS OLYMPICS 2024Sports
Next Article