Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : ભારતની મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને નડ્યો અકસ્માત

પેરિસમાં ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરને નડ્યો અકસ્માત કાર અકસ્માતમાં ઘાયલ થયા ગોલ્ફર દીક્ષા ડાગર દીક્ષાની માતાને કરાયા હોસ્પિટલમાં દાખલ ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટે છે દીક્ષા ડાગરનો મુકાબલો Paris Olympic 2024 વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય મહિલા...
paris olympic 2024   ભારતની મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને નડ્યો અકસ્માત
  • પેરિસમાં ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરને નડ્યો અકસ્માત
  • કાર અકસ્માતમાં ઘાયલ થયા ગોલ્ફર દીક્ષા ડાગર
  • દીક્ષાની માતાને કરાયા હોસ્પિટલમાં દાખલ
  • ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટે છે દીક્ષા ડાગરનો મુકાબલો

Paris Olympic 2024 વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં દીક્ષાના શરીર પર ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું છે. જોકે મળતી માહિતી અનુસાર તેને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દીક્ષા ડાગર 7 ઓગસ્ટથી શરૂ થનારી મહિલા ગોલ્ફ સ્પર્ધામાં ભાગ લેવા પેરિસ પહોંચી હતી.

Advertisement

દીક્ષા ડાગરની કારનો અકસ્માત

સૂત્રોના જણાવ્યા અનુસાર, 30મી જુલાઈની સાંજે પેરિસમાં દીક્ષા ડાગરની કારનો અકસ્માત થયો હતો. તેની માતા ઘાયલ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં ઈજા થઈ છે. દીક્ષા ઠીક છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં તેની મેચમાં ભાગ લેશે તેવી માહિતી મળી છે. અકસ્માત સમયે કારમાં પરિવારના 4 સભ્યો હાજર હતા. માતાને પીઠમાં ઈજા થઈ હતી, જ્યારે ભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે પિતા અને દીક્ષાને કોઈ ખાસ ઈજા થઈ ન હતી. માતા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.

Advertisement

ઓલિમ્પિકમાં 4 ભારતીય ગોલ્ફરો ભાગ લઈ રહ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ 7 થી 10 ઓગસ્ટ સુધી યોજાવાની છે. દરમિયાન દીક્ષાની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. દીક્ષા ઉપરાંત અદિતિ અશોક પણ ભારતમાંથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. જ્યારે પુરુષોની ગોલ્ફ ઈવેન્ટમાં શુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર પેરિસના ગુયાનકોર્ટમાં લે ગોલ્ફ નેશનલમાં ભાગ લઈ રહ્યા છે. આ રીતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 4 ગોલ્ફ ખેલાડીઓએ ભાગ લીધો છે.

દીક્ષાએ આ મામલે ઈતિહાસ રચ્યો

ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન દીક્ષા ડાગર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. 23 વર્ષની દીક્ષા ડાગરે ગત ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. આ રીતે તેણે ઈતિહાસ રચ્યો. દીક્ષા ઓલિમ્પિક અને ડેફલિમ્પિક્સ બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી.

Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા

ઉલ્લેખનીય છે કે, ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી (1 ઓગસ્ટ) 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગમાં મળ્યા હતા. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતા. સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝ

Tags :
Advertisement

.