Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : ભારતને મળ્યો વધુ એક મેડલ, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ

કુસ્તીથી આવ્યા Good News ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો ઓલિમ્પિકમાં ચમક્યો અમન સેહરાવત Paris Olympic 2024 : કુસ્તીથી આજે એકવાર ફરી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે (Aman Sehrawat) 57 કિગ્રા વજન વર્ગમાં ભારત...
paris olympic 2024   ભારતને મળ્યો વધુ એક મેડલ  અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ
  • કુસ્તીથી આવ્યા Good News
  • ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો
  • ઓલિમ્પિકમાં ચમક્યો અમન સેહરાવત

Paris Olympic 2024 : કુસ્તીથી આજે એકવાર ફરી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે (Aman Sehrawat) 57 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમને પ્યુર્ટો રિકોના કુસ્તીબાજ ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જણાવી દઈએ કે, અમન એશિયન ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેણે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ પણ જીત્યો છે. અમનના આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. કુસ્તીમાં આ ભારતનો પહેલો મેડલ છે.

Advertisement

કુસ્તીમાં ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ

પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીબાજ અમન સેહરાવતે (Aman Sehrawat) ઈતિહાસ રચ્યો છે. તેણે પુરુષોની 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને 13-5ના મોટા માર્જિનથી હરાવ્યો છે. આ ઓલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો મેડલ છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભારતને કુસ્તીમાં મેડલની શોધ હતી, જે અમને પુરી કરી લીધી છે. આ પહેલા વિનેશ ફોગાટ પાસેથી દરેકને ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ વધુ વજન હોવાના કારણે તે ગોલ્ડ મેડલ મેચ પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અમનનો આ મેડલ કુસ્તીમાં ભારત માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે.

Advertisement

ઓલિમ્પિકમાં કુસ્તીમાંથી કેટલા મેડલ આવ્યા ?

અમન સેહરાવતના મેડલે ઓલિમ્પિકમાં ભારતની કુસ્તીનું ગૌરવ જાળવી રાખ્યું છે. જણાવી દઈએ કે, 2008થી અત્યાર સુધી ભારતે સતત 5 ઓલિમ્પિકમાં કુશ્તીમાં મેડલ જીત્યા છે. હોકી બાદ ભારતના સૌથી વધુ 8 ઓલિમ્પિક મેડલ કુસ્તીમાંથી આવ્યા છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત 1952માં કેડી જાધવે ભારત માટે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી ઘણા વર્ષો સુધી કુશ્તીમાં ભારતને મેડલ ન મળ્યો અને પછી સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને આ દુષ્કાળનો અંત લાવ્યો. ત્યારથી, ભારતીય કુસ્તીબાજો ઓલિમ્પિકમાં સતત મેડલ જીતી રહ્યા છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : જ્વેલિન થ્રોમાં ભારતના Neeraj Chopra એ જીત્યો સિલ્વર

Advertisement

Tags :
Advertisement

.