Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતની ઐતિહાસિક જીત, Lakshya Sen બન્યો સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી
- પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર
- બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ
- ભારતના લક્ષ્ય સેન સેમિફાઈનલમાં પહોંચ્યા
- ચાઈનીઝ તાઈપેના શટલરને હરાવી પહોંચ્યા સેમિફાઈનલમાં
- મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચનારા પ્રથમ શટલર
Paris Olympic 2024 માં આજે લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો છે. લક્ષ્ય મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. લક્ષ્ય આ ઈવેન્ટની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર બન્યો છે. લક્ષ્ય પહેલી ગેમ હારી ગયો હતો, પરંતુ બીજી ગેમમાં તેણે પુનરાગમન કર્યું. પછી તેણે નિર્ણાયક ગેમ જીતી લીધી અને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ
બેડમિન્ટનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં શટલર લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે થયો હતો. આ મેચમાં તેણે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો છે. આ સાથે લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં બેડમિન્ટન ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર બની ગયો છે. લક્ષ્યે આ મેચની શરૂઆતમાં લીડ મેળવી હતી, પરંતુ આ પછી ચાઉ ટિએન ચેને વાપસી કરી અને કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ બનાવ્યા હતા. અંતે લક્ષ્યે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને સેટ તેમજ મેચ જીતી લીધી.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર#GujaratFirst #LakshyaSen #Olympics2024Paris #Paris2024📷 #OlympicGames📷 pic.twitter.com/xtsHG30h9N
— Gujarat First (@GujaratFirst) August 2, 2024
બંને ખેલાડીઓ 1-1 પોઈન્ટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા
આ મેચમાં બંને સ્ટાર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. બંને સ્ટાર્સ 1-1 પોઈન્ટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ સેટમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેને લક્ષ્યાંક મેળવવાની કોઈ તક આપી ન હતી અને સેટ 21-19થી જીતી લીધો હતો. લક્ષ્યે ત્યારબાદ બીજા સેટમાં પુનરાગમન કર્યું હતું અને 21-15થી જીત મેળવીને મેચ બરાબરી કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા સ્ટાર શટલર પીવી સિંધુને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દેશને તેની પાસેથી મેડલની સૌથી વધુ અપેક્ષા હતી. આ પછી મેન્સ ડબલ્સમાં પણ સાત્વિક-ચિરાગની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્યે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એચએસ પ્રણોયને હરાવ્યો હતો. આ કારણે તે હવે બેડમિન્ટનમાં ભારતની છેલ્લી આશા બની રહ્યો છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : હોકીમાં ભારતની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું