Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : Jehanara Nabi ના સ્વિમસૂટ પર પાકિસ્તાનમાં શરૂ થયો વિવાદ

જહાંઆરા નબીનો સ્વિમસૂટ વિવાદ પેરિસ ઓલિમ્પિકમાં જહાંઆરા નબી ચર્ચામાં જહાંઆરા નબીના સ્વિમસૂટ પર પાકિસ્તાનમાં વિવાદ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થઇ ગયો છે. આ ઓલિમ્પિકમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા છે જે પોતાના દેશને...
08:54 PM Jul 31, 2024 IST | Hardik Shah
Jehanara Nabi in Paris Olympic 2024

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થઇ ગયો છે. આ ઓલિમ્પિકમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા છે જે પોતાના દેશને મેડળ અપાવવા માટે ઇચ્છે છે કે તેના વતનના લોકો તેના માટે પ્રાર્થના કરે કે તે સારું પ્રદર્શન કરી શકે પણ પાકિસ્તાનમાં તેનાથી કઇંક અલગ જ જોવા મળી રહ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાની સ્વિમર જહાંઆરા નબીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. તેણે કોઇ મેડલ તો જીત્યો નથી તેમ છતાં, પાકિસ્તાનમાં તેને લઇને એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. શું છે આ ચર્ચા આવો જાણીએ આ આર્ટિકલમાં...

સ્વિમ સૂટ પર શરૂ થયો વિવાદ

ભારતમાં જ્યા મહિલાઓને આગળ વધવા માટે સતત પ્રેરણા આપવામાં આવે છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં આજે પણ મહિલાઓને લઇને કેવા વિચાર ચાલે છે તે તાજેતરમાં સ્પષ્ટ થયું છે. પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહ્યો છે જ્યા પાકિસ્તાનની એક સ્વિમર જહાંઆરા નબી પણ ભાગ લઇ રહી છે. જ્યાથી તેના સ્વિમ સૂટ પહેરેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેને લઇને પાકિસ્તાનના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અહીંની જનતાએ તેના સ્વિમ સૂટમાં વાયરલ થયેલા ફોટા પર ધર્મનું એંગલ ફિટ કર્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, જો તમે જાહેરમાં આનો આનંદ માણી શકો છો, તો તમે ખાનગી જીવનમાં શું કરતા હશો? જો તમે અવરોધો તોડવા માટે તેમની પ્રશંસા કરી રહ્યા છો, તો શરૂઆત તમારી માતા, બહેનથી કરો. એકે લખ્યું કે, તે ટૂંકા કપડા પહેરીને આપણી માન્યતાઓને તોડી રહી છે, તેના વખાણ કેવી રીતે કરી શકાય. જોકે જ્યા જહાંઆરા નબીને સોશિયલ મીડિયામાં લોકો ટ્રોલ કરી રહ્યા છે તો ઘણા એવા પણ છે કે જે તેનું સમર્થન કરતા જોવા મળ્યા છે.

નબીને મળ્યું સમર્થન

પાકિસ્તાની પત્રકાર @OwaisTohid ઓવૈસ તોહિદે X પર લખ્યું છે કે 'પાકિસ્તાની સ્વિમર જહાંઆરા નબીએ પેરિસ 2024માં ભાગ લીધો હતો. તેણે ભલે કોઈ મેડલ જીત્યા ન હોય, પરંતુ તેણે આવી રમતોમાં ભાગ લેતી મહિલાઓ માટે પાકિસ્તાનના રૂઢિચુસ્ત સમાજમાં ઘણા અવરોધો તોડી નાખ્યા છે. મને જહાનારા પર ગર્વ છે જેનું ભવિષ્ય ઉજ્જવળ છે.

પાકિસ્તાની ગાયક અલી ઝફરે શું કહ્યું?

પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી ઝફરે સોશિયલ મીડિયા પર લખ્યું કે 'આગળ વધો જહાંનારા નબી... પેરિસ ઓલિમ્પિક 2024માં તમારા શાનદાર પ્રદર્શન પર અમને ગર્વ છે. હું તમામ માતા-પિતાને કહેવા માંગુ છું કે તેઓ તેમના બાળકોને સાચા અર્થમાં ખુશ જોવા અને તેમના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરે. તેમના પર તમારા સપના થોપવાને બદલે તેમના જુસ્સાને સમજો. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, ઓલિમ્પિકની ટ્રેનિંગ માટે કોઈ ખાસ બજેટ અને પ્રયત્નો કરવામાં આવ્યા નથી, તેથી જ પરિણામ નથી આવી રહ્યા. આવી સ્થિતિમાં આપણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. એકે લખ્યું કે, પાકિસ્તાનીઓએ ધર્મમાંથી બહાર આવીને આગળ વધવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, જહાંઆરા સાથે તાજેતરમાં સોશિયલ મીડિયા મારફતે જે થઇ રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે, આજે પણ પાકિસ્તાનમાં મહિલાઓને રમતગમત જેવા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિવાદ એ વાત તરફ પણ ધ્યાન દોરે છે કે રમતગમત રાજનીતિથી કેવી રીતે પ્રભાવિત થાય છે. વળી આ વિવાદ એક વાત પણ સ્પષ્ટ કરે છે કે મહિલાઓને રમતગમતમાં આગળ વધવા માટે સમાજમાં મોટા ફેરફારોની જરૂર છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 Day 5 : આજે ભારતીય ખેલાડીઓનો રહ્યો દબદબો

Tags :
Athlete's rightsbacklashBody ShamingcontroversyCultural changeCultural normsDouble standardsFreedom-Of-ExpressionGender equalityIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesJahanara NabiJehanara NabiJehanara Nabi ageJehanara Nabi controversyJehanara Nabi paris olympicJehanara Nabi photosolympic 2024pakistan in paris olympicPakistan PlayerPakistani athletepakistani team in paris olympicParis OlympicParis olympic 2024paris olympic newsPARIS OLYMPICS 2024Religious BeliefsReligious toleranceSocial MediasupportSwimmingSwimsuittrollingWomen in sportsWomen's rights
Next Article