ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે કરી મોટી માંગ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવતા હોબાળો મચી ગયો છે. વિનેશ બુધવારે રાત્રે 50 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલની મેચ માટે યુએસએની સારાહ હિલ્ડેબ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાની હતી, પરંતુ તે પહેલા...
08:52 PM Aug 07, 2024 IST | Hardik Shah
American Wrestler Jordan Burroughs made a big demand to get Vinesh Phogat justice

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવતા હોબાળો મચી ગયો છે. વિનેશ બુધવારે રાત્રે 50 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલની મેચ માટે યુએસએની સારાહ હિલ્ડેબ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાની હતી, પરંતુ તે પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે વિનેશ પેરિસ ઓલિમ્પિકમાંથી ખાલી હાથે પરત ફરશે. વિનેશની અયોગ્યતા અંગેના હોબાળા વચ્ચે, 2012 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કુસ્તીબાજ જોર્ડન બરોઝનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે વિનેશને સિલ્વર મેડલ અપાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.

અમેરિકન રેસલર જોર્ડન બુરોઝેની પ્રતિક્રિયા

અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે X પર એક પોસ્ટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. આ સાથે તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) પાસેથી કેટલાક ફેરફારોની માંગ કરી હતી. તેમણે લખ્યું- “કદાચ આવી વાર્તાઓ IOCને જાગૃત કરશે. મને લાગે છે કે કુસ્તીમાં છ કરતાં વધુ વજન વર્ગની જરૂર છે. વિશ્વ-કક્ષાના સ્પર્ધકો સામેની ત્રણ કપરી મેચો પછી કોઈપણ રમતવીરને આ રીતે ગોલ્ડ મેડલની તૈયારીમાં રાતો વિતાવવી ન જોઈએ. ભારતીય ટીમ સંપૂર્ણપણે નિરાશ છે. જોર્ડને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ને પણ નિયમો બદલવા માટે કહ્યું છે.

100 ગ્રામ વજન 100 પેપર ક્લિપ્સ જેટલું

તેમણે લખ્યું- બીજા દિવસે 1 કિલો વજન ભથ્થું આપવું જોઈએ. વજન માપવાનું સવારે 8:30 થી વધારીને 10:30 સુધી કરવું જોઈએ. ફાઇનલમાં જો વિરોધી ફાઇનલિસ્ટ વજન ઘટાડવામાં નિષ્ફળ જાય તો તેને હારનો સામનો કરવો પડે છે. સેમિફાઇનલમાં વિજય મેળવ્યા પછી, બંને ફાઇનલિસ્ટના મેડલ સુરક્ષિત હોવા જોઈએ. બીજા દિવસે વજન ઉતારવામાં ભૂલ થાય તો પણ. માત્ર તે જ કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી શકે છે જે બીજા દિવસે વજન ઘટાડશે. વિનેશને સિલ્વર મેડલ આપવો જોઈએ. જોર્ડને વિનેશનું વજન ઓછું કરવા અંગે પણ મોટી વાત કહી. તેમણે લખ્યું કે આજે સવારે વિનેશનું વજન માત્ર 100 ગ્રામ અથવા 0.22 પાઉન્ડ ઓછું હતું. આ 100 ગ્રામ વજન સાબુના 1 બાર, 1 કીવી, 2 ઇંડા અને 100 પેપર ક્લિપ્સ જેટલું છે.

મેડલ મેળવવો અશક્ય

વિનેશની સાથે આંદોલનમાં ભાગ લેનારી રેસલર સાક્ષી મલિકે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. સાક્ષીએ કહ્યું- વજન ઘટાડવું એ મેટ પર કુસ્તી કરતા પણ મોટો સંઘર્ષ છે. બીજી તરફ, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના વડા નેનાદ લાલોવિકે કહ્યું છે કે પરિસ્થિતિ દુઃખદ છે, પરંતુ હવે કંઈ કરી શકાય તેમ નથી. વિનેશને મેડલ અપાવવાના સવાલ પર લાલોવિચે કહ્યું- તે અશક્ય છે.

બજરંગ પુનિયાએ કહ્યું- પ્રસ્તાવમાં તાકાત છે

જોર્ડનના આ અભિયાનને બજરંગ પુનિયાએ પણ સમર્થન આપ્યું છે. બજરંગે લખ્યું- બબીતા ​​ફોગાટને સિલ્વર આપવામાં આવે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જોર્ડનના આ પ્રસ્તાવમાં યોગ્યતા છે. આનો અમલ તાત્કાલિક અસરથી થવો જોઈએ જેથી કરીને કુસ્તીબાજોના ભવિષ્ય સાથે ખેલ ન થઈ શકે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : વિનેશ ફોગાટને મળશે ફાઈનલમાં રમવાની તક? ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશનનો આવી ગયો જવાબ

Tags :
2024 Paris Olympic Games2024 Paris OlympicsBajrang Punia supportGujarat FirstHardik ShahIndia At Paris Olympics 2024Indian Olympic Association changesIndian wrestler scandalInternational Wrestling Federation responseJordan Burroughs statementOlympicolympic 2024Olympic medal disqualificationOlympic wrestling controversyParis OlympicParis olympic 2024Paris Olympics 2024 wrestlingSakshi Malik reactionUnited World Wrestling rulesvinesh phogat disqualificationVinesh Phogat final matchVinesh Phogat silver medal campaignVinesh Phogat weight issueWrestling weight categories
Next Article