Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : Neeraj Chopra તરફ સૌની નજર, ગોલ્ડ માટે આજે મેદાનમાં ઉતરશે

નીરજ ચોપરા ગોલ્ડની રેસમાં ભારત માટે ગોલ્ડની આશા ગોલ્ડ માટે નીરજ ચોપરા આજે રમશે Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, હજુ સુધી આ ઓલિમ્પિકમાં ભારતને એક પણ ગોલ્ડ મેડલ મળ્યો નથી. વિનેશ...
paris olympic 2024   neeraj chopra તરફ સૌની નજર  ગોલ્ડ માટે આજે મેદાનમાં ઉતરશે
  • નીરજ ચોપરા ગોલ્ડની રેસમાં
  • ભારત માટે ગોલ્ડની આશા
  • ગોલ્ડ માટે નીરજ ચોપરા આજે રમશે

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, હજુ સુધી આ ઓલિમ્પિકમાં ભારતને એક પણ ગોલ્ડ મેડલ મળ્યો નથી. વિનેશ ફોગાટ અને મીરાબાઈ ચાનુ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ મેડલ જીતવામાં ચૂકી ગયા હતા. હવે સૌની નજર નીરજ ચોપરા પર કેન્દ્રિત છે, જે ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે Gold જીતવાની આશા જગાવી રહ્યા છે.

Advertisement

નીરજ ચોપરા ભારતનો ગોલ્ડન બોય

નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. તેણે 89.34 મીટરના અંતરે ભાલો ફેંકીને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. પાકિસ્તાનના અરશદ નદીમ પણ મજબૂત દાવેદાર છે, પરંતુ નીરજની તુલનામાં તે થોડો પાછળ રહી ગયો છે. નીરજ અને અરશદ વચ્ચેની સ્પર્ધા ખૂબ જ રોમાંચક હશે. બંને ખેલાડીઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે અને ફાઇનલમાં તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. નીરજ ચોપરા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને તેઓ પેરિસમાં પણ આ ઇતિહાસ રચવા માંગે છે. નીરજ ચોપરા ઉપરાંત, ભારતીય હોકી ટીમ પર પણ આજે બ્રોન્ઝ મેડલ જીતશે તેવી આશા હતી અને તેવું જ થયું. ટીમ સ્પેન સામે મેદાનમાં ઉતરી અને મેડલ પોતાના નામે કરી દીધો.

Advertisement

ક્યારે જોશો નીરજ ચોપરાની મેચ?

નીરજ ચોપરાની મેચ આજે રાત્રે લગભગ 11.55 વાગ્યે શરૂ થશે. આ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સૌ કોઈ નીરજને સમર્થન આપી રહ્યા છે. નીરજ ચોપરા જો ગોલ્ડ મેડલ જીતશે તો તે ભારત માટે ગૌરવની વાત હશે. ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. હોકી ટીમ ભારત માટે મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા પણ મેડલ જીતનો પ્રયાસ કરશે. આપણે સૌ તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, પ્રથમ થ્રોમાં જ ગોલ્ડ તરફ આગળ

Advertisement

Tags :
Advertisement

.