Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવા ખેલાડીઓને તક, સ્ટાર ખેલાડીઓને નિરાશા! IPL 2025 હરાજીનું જોવા મળ્યુ અનોખું ચિત્ર

IPL 2025 ની મેગા હરાજીમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે કેટલાક જાણીતા સ્ટાર ખેલાડીઓ વેચાયા વગર રહી ગયા. રિષભ પંત સૌથી મોંઘા ખેલાડી બન્યા, જ્યારે 13 વર્ષના વૈભવ સૂર્યવંશી IPLના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી બન્યા. આ હરાજીમાં ડેવિડ વોર્નર, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર, જેમ્સ એન્ડરસન અને ડેરિલ મિચેલ જેવા સ્ટાર ખેલાડીઓને કોઈ ટીમે ખરીદ્યા ન હતા. આ ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસને કારણે આવું બન્યું હોવાનું માનવામાં આવે છે. આ હરાજીએ બતાવ્યું કે યુવા ખેલાડીઓ માટે IPL માં ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ સ્ટાર્સ માટે આ વર્ષ પડકારજનક રહેશે.
યુવા ખેલાડીઓને તક  સ્ટાર ખેલાડીઓને નિરાશા  ipl 2025 હરાજીનું જોવા મળ્યુ અનોખું ચિત્ર
Advertisement
  • IPL 2025: મોટાં નામો વેચાયા વિના રહી ગયા
  • IPL 2025 હરાજી: યુવા ખેલાડીઓની શાનદાર શરૂઆત, સ્ટાર્સ માટે ચોંકાવનાર પરિણામ
  • IPL 2025 હરાજી: વોર્નર અને એન્ડરસન જેવા સ્ટાર્સ રહ્યા Unsold
  • IPL 2025: નવા ટેલેન્ટને મળ્યો મંચ, પરંતુ જાણીતા નામ રહી ગયા

IPL 2025 Mega Auction પહેલે જ દિવસે ભારે ઉત્સાહ સાથે શરૂ થયો હતો, જેમાં ભારતના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. બીજી બાજુ, 13 વર્ષના બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર સૌ કોઇનું વિશેષ ધ્યાન ગયું હતું, જેમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. તેઓ IPLના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી બન્યા છે. યંગ ટેલેન્ટને મંચ આપતી આ હરાજીમાં કેટલાક જુના સ્ટાર ખેલાડીઓ સાથે જે થયું તે જાણીને તમે ચોંકી જશો. દુનિયાના કેટલાક જાણીતા નામો હરાજીમાં Sold થયા વિના રહી ગયા, જેનાથી ક્રિકેટ જગતમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.

David Warner

ડેવિડ વોર્નર, જેની પાસે IPLની સૌથી યાદગાર કારકિર્દી છે, હરાજીમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે તેનું નામ હતું, પરંતુ કોઈ ટીમે તેમને ખરીદવામાં રસ નથી લીધો. પહેલા દિવસે જ નહીં, પરંતુ બીજા દિવસે પણ તેઓના નામ પર કોઈ બોલી લાગી ન હોતી. આ એ ઓપનર છે, જે હંમેશા પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો રહ્યો છે. હવે પ્રશ્ન થાય છે કે શું આપણે વોર્નરને IPL 2025માં કોમેન્ટેટર તરીકે જોઈશું?

Advertisement

Advertisement

Prithvi Shaw

પૃથ્વી શો, દિલ્લી કેપિટલ્સ માટે મજબૂત પરફોર્મન્સ આપનાર ઓપનર પણ આ હરાજીમાં Sold થયો નથી. દિલ્લી કેપિટલ્સમાંથી મુક્ત થયા બાદ કોઈ ટીમે તેમને ખરીદવા માટે રસ નથી બતાવ્યો. શોએ 79 મેચમાં 1893 રન બનાવ્યા છે, પરંતુ ગત બે સિઝનમાં ફિટનેસ અને ફોર્મના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો, જે હરાજીમાં તેમના વિજયમાં અવરોધક બન્યા.

Shardul Thakur

શાર્દુલ ઠાકુર, જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્લી કેપિટલ્સ માટે અગત્યનો ખેલાડી રહી ચુક્યો છે, તે પણ હરાજીમાં Sols થયો ન હતો. શાર્દુલને માટે એક સારી બોલીની આશા હતી, પરંતુ બીજા દિવસે જ્યારે મોટાભાગની ટીમો પાસે ઓછા ફંડ બાકી રહ્યા હતા, ત્યારે તેમની બોલી જ ન લાગી.

James Anderson

વિશ્વના સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા જેમ્સ એન્ડરસન માટે આ હરાજી ખૂબ નીરાશાજનક સાબિત થઈ. IPLની હરાજીમાં પ્રથમ વખત એન્ડરસનનું નામ નોંધાયું હતું, પરંતુ કોઈ ટીમે તેમને ખરીદવા માટે ઉત્સુકતા દાખવી ન હતી. 1.25 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા આ દિગ્ગજ બોલરના નામને એક્સિલરેટેડ રાઉન્ડમાં પણ જગ્યા ન આપવામાં આવી.

Daryl Mitchell

ન્યૂઝીલેન્ડના અનુભવી ખેલાડીનું નામ પણ IPL 2025 માટે 2 કરોડની બેઝ પ્રાઈસ સાથે હાજર રહ્યું, પરંતુ કોઈ ટીમે તેમને પસંદ કર્યા ન હોતા. IPLની અગાઉની સિઝનમાં તેઓ CSK તરફથી રમ્યા હતા, પણ આ વખતે તેમનું પ્રદર્શન અને ફિટનેસ પ્રશ્નો તેમને હરાજીથી બહાર રાખવામાં કારણભૂત બન્યા.

યુવા ખેલાડીઓ માટે સંભાવનાઓ, સ્ટાર્સ માટે કપરું વર્ષ

IPL 2025ની આ હરાજી એવી હતી, જ્યાં યુવા ખેલાડીઓને મંચ મળ્યો, પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ માટે આ વર્ષ ભારે પડ્યું. વિશેષમાં, ખેલાડીઓ માટે આ હરાજી તાજેતરના ફોર્મ અને ફિટનેસના મહત્વને વધુ પ્રગટ કરે છે.

આ પણ વાંચો:  IPL 2025 નો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, તેમ છતાં કેમ થયો ભાવુક?

Tags :
Advertisement

.

×