Olympic Controversy : ઓલિમ્પિકની રમતને શર્મસાર કરતા ઇતિહાસના 5 સૌથી મોટા વિવાદો
- ઓલિમ્પિકની શાનને ઠેસ પહોંચાડતા વિવાદો
- ઓલિમ્પિક ઇતિહાસમાં વિવાદોનું પ્રતિબિંબ
- ઓલિમ્પિક ગેમ્સ: વિજય અને વિવાદોની વાર્તા
Olympic Controversy : ઓલિમ્પિક ગેમ્સને શાંતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. અત્યારે પેરિસ ઓલિમ્પિકની રમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં દુનિયાભરના ખેલાડીઓ એક મંચ પર આવીને પોતાની કુશળતાનું પ્રદર્શન કરે છે. પરંતુ ઘણીવાર કેટલીક ઘટનાઓ એવી બને છે જે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની છબીને ખરડાવે છે. તાજેતરમાં ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં પણ ઘણા વિવાદો જોવા મળી રહ્યા છે. અહીં એક વિવાદ એ પણ ઉભો થયો કે જેમા 5 ખેલાડીઓએ 1 બાથરૂમ શેર કરવું પડ્યું હતું, ત્યારે કેનેડિયન તરવૈયાએ Live TV પર ઉલટી કરી હતી કારણ કે તેને સીન નદીના ગંદા પાણીમાં તરવાની ફરજ પાડવામાં આવી હતી. આજે આપણે ઓલિમ્પિક ઇતિહાસના 5 સૌથી મોટા વિવાદો પર એક નજર કરીશું.
- ઇતિહાસના મોટા ઓલિમ્પિક વિવાદો
- પેરિસ ઓલિમ્પિક્સમાં પણ વિવાદોનો વરસાદ
- સુવિધાઓની અછત અને વિવાદો#OlympicControversies #ParisOlympics2024 #OlympicGames #SportsScandals #OlympicHistory #AthleteChallenges #OlympicIssues #OlympicScandals #AthleteWelfare #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 3, 2024
1. 1912 ઓલિમ્પિક્સ: જિમ થોર્પનો વિવાદ
જિમ થોર્પને ઓલિમ્પિક ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં ગણવામાં આવે છે. તેમણે 1912ના સ્ટોકહોમ ઓલિમ્પિક્સમાં પેન્ટાથલોન અને ડેકાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. પરંતુ તેમનો મેડલ છીનવી લેવામાં આવ્યો કારણ કે તેમણે ઓલિમ્પિક પહેલા બેઝબોલ રમવા માટે પૈસા લીધા હતા, જે તે સમયના નિયમોનું ઉલ્લંઘન હતું. જો કે, આ મેડલ તેમને તેમના મૃત્યુના 30 વર્ષ પછી આપવામાં આવ્યા હતા.
2. 1932 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ: પાવો નુર્મીનો વિવાદ
ફિનિશ એથ્લેટ પાવો નુર્મીને સ્વીડિશ અધિકારીઓએ 1932 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં તેના કલાપ્રેમી દરજ્જા પર પ્રશ્નાર્થ કરવા બદલ સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે તેણે નિવૃત્તિ લેવી પડી હતી.
3. 1956 મેલબોર્ન ઓલિમ્પિક્સ: બ્લડ ઇન ધ વોટર મેચ
1956 મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોવિયેત અને હંગેરિયન ટીમો વચ્ચે હિંસક વોટર પોલો મેચ જોવા મળી હતી. આ મેચ ઓલિમ્પિક ઇતિહાસમાં બ્લડ ઇન ધ વોટર મેચ તરીકે ઓળખાય છે. આ મેચે ઓલિમ્પિક ગેમ્સ પર કાળો ડાઘ લગાવી દીધો હતો.
4. 1988 ઓલિમ્પિક્સ: બેન જ્હોન્સનનો વિવાદ
કેનેડિયન એથ્લેટ બેન જ્હોન્સને 1988ની સિઓલ ઓલિમ્પિક ગેમ્સમાં 100 મીટરની દોડ જીતી હતી પરંતુ બાદમાં તેનો મેડલ છીનવી લેવામાં આવ્યો હતો કારણ કે તે પોઝિટિવ મળી આવ્યા હતા. આ પછી, જ્હોન્સનનો ગોલ્ડ મેડલ બીજા સ્થાને રહેલા અમેરિકન કાર્લ લુઇસને આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં લુઈસ પણ પોઝિટિવ જોવા મળ્યો હતો, પરંતુ તેની પાસેથી મેડલ લેવામાં આવ્યો ન હતો. આનાથી ખેલદિલી પર સવાલો ઉભા થયા અને ઓલિમ્પિકને શરમમાં મુકી દીધું.
5. પેરિસ ઓલિમ્પિક્સ 2024: લિંગ વિવાદ
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અલ્જીરિયાની ઈમાન ખલીફ અને ઈટાલીની મહિલા બોક્સર એન્જેલા કેરિની વચ્ચેની મેચ માત્ર 46 સેકન્ડ ચાલી હતી. કારણ કે લિંગ પરીક્ષણમાં ખલીફ પુરૂષ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાએ ઓલિમ્પિક્સમાં લિંગ પરીક્ષણ અને નિયમો પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક્સમાં ખેલાડીઓને જે પ્રકારની સુવિધાઓ મળી રહી છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક ખેલાડીઓએ સુવિધાઓની અછત અને ગંદકીની ફરિયાદ કરી છે. આ બધી ઘટનાઓ દર્શાવે છે કે ઓલિમ્પિક ગેમ્સ પણ માનવીય ભૂલો અને વિવાદોથી અછૂતી રહી નથી. આવા વિવાદો ઓલિમ્પિકની શુદ્ધતા અને નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઉઠાવે છે. આવા વિવાદોને રોકવા માટે ઓલિમ્પિક સમિતિએ કડક નિયમો બનાવવા જરૂરી છે. સાથે જ ખેલાડીઓને પણ ખેલદિલીની ભાવના જાળવવાની જરૂર છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : બેડમિન્ટન કોર્ટ પર શરૂ થઇ પ્રેમની નવી કહાની