Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રવિવારે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ભારતે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાયેલી મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)ની ઇનિંગે પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે 6 વિકેટ ગુમાવીને છેલ્લા બોલે જીત મેળવી હતી. વળી આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્
રવિવારે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
ભારતે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાયેલી મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)ની ઇનિંગે પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે 6 વિકેટ ગુમાવીને છેલ્લા બોલે જીત મેળવી હતી. વળી આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 
ભારતે રોમાંચક જીત મેળવીને વિશ્વ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો
આજે સોમવારે દિવાળીનો તહેવાર છે પરંતુ રવિવારે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીત બાદ લોકોએ રવિવારથી જ દિવાળીના તહેવારની ઉજવણી શરૂ કરી દીધી છે. જીહા, આ મેચમાં ભારતે દિવાળીના એક દિવસ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવી કરોડો દેશવાસીઓને દિવાળી મનાવવા મજબૂર કરી દીધા હતા. મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે રોમાંચક જીત મેળવીને વિશ્વ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાએ રવિવારે મેલબોર્નના ઐતિહાસિક મેદાન પર રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાના 19 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે. ભારતે હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય જીત માટે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 2003મા રિકી પોન્ટિંગની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 47માંથી 38 મેચ જીતી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ આ વર્ષે 56 મેચમાં 39 જીત નોંધાવી છે.
Advertisement

ટીમ ઈન્ડિયાએ વર્ષની શરૂઆત જીત સાથે કરી
આ વર્ષે ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો તેણે સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ એક પછી એક ઘણી દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ઘરઆંગણે T20 અને વનડે શ્રેણી જીતીને વર્ષની શરૂઆત કરી હતી. આ પછી, તેઓએ ઘરેલું શ્રેણીમાં શ્રીલંકાને હરાવ્યું અને T20 શ્રેણી 3-0થી જીતી જ્યારે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી.

વિદેશમાં પણ ટીમ ઈન્ડિયાનો વાગ્યો જીતનો ડંકો
ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પહોંચી અને અહીં પાંચ મેચની T20 શ્રેણી 2-2થી ડ્રો સાથે સમાપ્ત કરી. ત્યારબાદ ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો અને એકમાત્ર ટેસ્ટ મેચ હારી. જોકે, તેણે વનડે અને T20 શ્રેણી 2-1થી જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડમાં T20 સીરીઝ જીતી અને પછી વેસ્ટ ઈન્ડિઝમાં પણ સીમિત ઓવરોની સીરીઝ જીતી. ઝિમ્બાબ્વેમાં ભારતની જીતનો સિલસિલો ચાલુ રહ્યો અને તેણે અહીં ODI શ્રેણી 3-0થી કબજે કરી.
આ પહેલા 2017મા મળી હતી રેકોર્ડ બનાવવાની તક
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 2003મા રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં 30 વનડે અને 8 ટેસ્ટ મેચ જીતીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની સાથે 13 ODI અને 24 T20 મેચ જીતીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા ભારતે 2017મા 37 જીત નોંધાવી હતી. પરંતુ તે સમયે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનો આ રેકોર્ડ તોડવાથી બે જીત દૂર રહી ગઇ હતી. પરંતુ હવે રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત માટે પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીની અદ્ભુત ઇનિંગ જોવા મળી હતી. 160 રનનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તેને છેલ્લા 9 બોલમાં 29 રનની જરૂર હતી. પરંતુ કોહલીની શાનદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી.
Advertisement
Tags :
Advertisement

.