Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાક. મેચ 5 લાખથી વધારે દર્શકો નિહાળશે, મિનીટોમાં વેચાઈ ગઈ બધી ટિકીટ્સ

ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થનારા ટી20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મેલબર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે યોજાનારી મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ મેચની તમામ ટીકિટ વેચાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રી ક્રિકેટ પરિષદ (ICC) પ્રમાણે ટી20 વર્લ્ડ કપ 2022 માટે અત્યાર સુધી પાંચ લાખથી વધારે દર્શકોએ ટીકીટ ખરીદી લીધી છે.
ભારત પાક  મેચ 5 લાખથી વધારે દર્શકો નિહાળશે  મિનીટોમાં વેચાઈ ગઈ બધી ટિકીટ્સ
ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થનારા ટી20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મેલબર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે યોજાનારી મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ મેચની તમામ ટીકિટ વેચાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રી ક્રિકેટ પરિષદ (ICC) પ્રમાણે ટી20 વર્લ્ડ કપ 2022 માટે અત્યાર સુધી પાંચ લાખથી વધારે દર્શકોએ ટીકીટ ખરીદી લીધી છે.
ICCના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઊભા રહીને મેચ જોવા માટે વધારાની ટીકીટોની વ્યવસ્થા કરવામાં આવી જે વેચવા માટે મુક્યાના મિનિટોમાં જ વેચાઈ ગઈ. ટૂર્નામેન્ટ પહેલાં સત્તાવાર વેચાણ સેન્ટર શરૂ કરવામાં આવશે જ્યાંથી દર્શકો ટિકિટ આદાન-પ્રદાન કરી શકે છે.  ICCએ જણાવ્યું કે, T20 વર્લ્ડ કપમાં 16 આંતરરાષ્ટ્રીય ટીમોની મેચ જોવા માટે 82 દેશોના ક્રિકેટ રસીકોએ ટિકિટ ખરીદી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2020 પછી આ પ્રથમ વખત હશે કે ICCની કોઈ ટૂર્નામેન્ટમાં સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હશે ત્યારે MCGમાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં 86,174 દર્શકો હાજર હતા. 
આ સિવાય સિડનીમાં 27મી દ.આફ્રીકા અને બાંગ્લાદેશ તથા ભારત અને ગૃપ Aના રનરઅપ વચ્ચે રમાનારી મેચોની તમામ ટિકિટ વેચાઈ ચુકી છે. એસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે સિડનીમાં, પાકિસ્તાન અને ગૃપ A રનર અપ તથા ભારત અને દ.આફ્રિકા વચ્ચે પર્થમાં 30 ઓક્ટોબર અને પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ નવેમ્બરે સિડનીમાં રમાનારી સુપર-12 મેચોની થોડી જ ટિકિટો બચી છે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતની મેચ
  • ભારત-પાકિસ્તાન, 23 ઓક્ટોબર (મેલબોર્ન)
  • ભારત-ગ્રુપ A રનર અપ, 27 ઓક્ટોબર (સિડની)
  • ભારત-દક્ષિણ આફ્રિકા, 30 ઓક્ટોબર (પર્થ)
  • ભારત-બાંગ્લાદેશ, 2 નવેમ્બર (એડીલેડ)
  • ભારત-ગ્રુપ બી વિજેતા, નવેમ્બર 6 (મેલબોર્ન)
Advertisement
Tags :
Advertisement

.