Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાને એશિયા કપ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડીઓને બતાવવામાં આવ્યો બહારનો રસ્તો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે એશિયા કપ 2022 અને નેધરલેન્ડ સામેની વનડે (ODI) શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ બંને જગ્યાએ પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 28 ઓગસ્ટે પાકિસ્તાનનો મુકાબલો ભારત સાથે થશે. જેની ક્રિકેટ ફેન્સ હવે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એશિયા કપ 2022 નું શેડ્યૂલ આવ્યા બાદ, આજે એટલે કે હવેથી થોડા સમય પહેલા,
પાકિસ્તાને એશિયા કપ માટે જાહેર કરી ટીમ  આ ખેલાડીઓને બતાવવામાં આવ્યો બહારનો રસ્તો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે એશિયા કપ 2022 અને નેધરલેન્ડ સામેની વનડે (ODI) શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ બંને જગ્યાએ પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 28 ઓગસ્ટે પાકિસ્તાનનો મુકાબલો ભારત સાથે થશે. જેની ક્રિકેટ ફેન્સ હવે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 
એશિયા કપ 2022 નું શેડ્યૂલ આવ્યા બાદ, આજે એટલે કે હવેથી થોડા સમય પહેલા, પાકિસ્તાને એશિયા કપ 2022 માટે તેની ટીમની જાહેરાત કરી છે. એશિયા કપની સાથે જ પાકિસ્તાને નેધરલેન્ડ સામેની શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ કેટલાક ફેરફારો જોવાના બાકી છે. જોકે, એશિયા કપ અને નેધરલેન્ડ સિરીઝ માટે ટીમની કમાન ફરી એકવાર બાબર આઝમને સોંપવામાં આવી છે. એશિયા કપ 2022 આ વખતે UAEમાં યોજાશે અને પાકિસ્તાનની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા સાથે થવાની છે. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની નેધરલેન્ડ સામેની શ્રેણી અને એશિયા કપ માટે જાહેર કરાયેલી બંને પાકિસ્તાની ટીમમાં વાપસી થઈ છે. આફ્રિદી તાજેતરમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ગેરહાજર રહ્યો હતો. વળી, ઝડપી બોલર હસન અલીની જગ્યાએ નસીમ શાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Advertisement

એશિયા કપ 2022 ઓગસ્ટની 27 તારીખથી UAEમાં શરૂ થવાનો છે. આ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે. પાકિસ્તાન ટીમની જાહેરાત કરતા મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે કહ્યું કે, તેણે ટીમની પસંદગીથી ખુશ છે અને ટીમનું સંતુલન જાળવવા માટે તમામ પ્રયાસ કર્યા છે.  તેણે કહ્યું કે, એશિયા કપ પહેલા ટીમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે શાનદાર છે. વસીમે કહ્યું કે, અમે માત્ર બે ફેરફાર કર્યા છે, જે જરૂરી પણ હતા. તેણે કહ્યું કે, અમે કોચ અને કેપ્ટન સાથે ચર્ચા કરીને બંને ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરી છે. વસીમે એમ પણ કહ્યું કે, હસન અલીને આરામ આપવામાં આવ્યો છે. 
તેમના સ્થાને ટીમમાં નસીમ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. નસીમ શાહ ઝડપી બોલિંગ કરે છે અને તે ટીમને વધુ વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરના સમાવેશ સાથે પાકિસ્તાની ટીમમાં ઘણા ફાસ્ટ બોલર આવી ગયા છે. ટીમના ઝડપી બોલરોમાં હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, શાહનવાઝ દહાનીનો સમાવેશ થાય છે.
Tags :
Advertisement

.