Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Netherlands SQUAD : T20 વર્લ્ડ કપ માટે નેધરલેન્ડે ટીમની જાહેરાત,આ ખેલાડીનું પત્તુ કપાયું

Netherlands squad: નેધરલેન્ડે અનુભવી સ્કોટ એડવર્ડ્સના (Netherlands squad)નેતૃત્વમાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોયલ ડચ ક્રિકેટ એસોસિએશને યજમાન નેપાળ અને નામિબિયા વચ્ચે તાજેતરની ત્રિકોણીય શ્રેણીમાં ખરાબ પ્રદર્શન હોવા છતાં...
netherlands squad   t20 વર્લ્ડ કપ માટે નેધરલેન્ડે ટીમની જાહેરાત આ ખેલાડીનું પત્તુ કપાયું

Netherlands squad: નેધરલેન્ડે અનુભવી સ્કોટ એડવર્ડ્સના (Netherlands squad)નેતૃત્વમાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોયલ ડચ ક્રિકેટ એસોસિએશને યજમાન નેપાળ અને નામિબિયા વચ્ચે તાજેતરની ત્રિકોણીય શ્રેણીમાં ખરાબ પ્રદર્શન હોવા છતાં 27 વર્ષીય એડવર્ડ્સને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. એડવર્ડ્સે નેધરલેન્ડ માટે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 122ના સ્ટ્રાઈક રેટથી 671 રન બનાવ્યા છે. ભારતીય મૂળના ક્રિકેટર તેજા નિદામાનુરુ, વિક્રમ સિંહ અને આર્યન દત્તનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

ત્રીજી વખત ICC ટુર્નામેન્ટનો ભાગ

નેધરલેન્ડની ટીમ 2022માં T20 વર્લ્ડ કપ અને ગયા વર્ષે ODI વર્લ્ડ કપ પછી સતત ત્રીજી વખત ICC સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ટીમ 4 જૂને ડલાસમાં નેપાળ સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ચાર દિવસ બાદ તેને ન્યૂયોર્કમાં દક્ષિણ આફ્રિકા તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડશે. તેની છેલ્લી બે ગ્રુપ મેચો બાંગ્લાદેશ (13 જૂન) અને શ્રીલંકા (17 જૂન) સામે છે.

Advertisement

ODI વર્લ્ડ કપમાં મોટા અપસેટ સર્જાયા હતા

ODI વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડની ટીમને ઓછો આંકવાની ભૂલ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને ભારે પડી. આ ટુર્નામેન્ટમાં નેધરલેન્ડની ટીમ માત્ર બે મેચ જીતવામાં સફળ રહી હતી, જેમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની જીતનો સમાવેશ થાય છે. આ ટીમે દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું, જ્યારે બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે 87 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, આગામી T20 વર્લ્ડ કપમાં આ ટીમને હળવાશથી ધ્યાનમાં લેવી અન્ય ટીમો માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

Advertisement

નેધરલેન્ડની ટીમ

સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન/wk), આર્યન દત્ત, બાસ ડી લીડે, ડેનિયલ ડોરમ, ફ્રેડ ક્લાસેન, લોગાન વાન બીક, મેક્સ ઓ'ડાઉડ, માઈકલ લેવિટ, પોલ વાન મીકરેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, ટિમ પ્રિંગલ, વિક્રમજીત સિંહ, વિવિયન કિંગમા, વેસ્લી બેરેસી.

આ પણ  વાંચો - આ ટીમ પહેલીવાર T20 World Cup નો બનશે હિસ્સો, Squad ની કરી જાહેરાત

આ પણ  વાંચો - GT vs KKR: વરસાદે ગુજરાત ટાઇટન્સનું સપનું ધોયું, GT નિરાશા સાથે પ્લેઓફમાંથી બહાર

આ પણ  વાંચો - T20 World Cup : T20 વર્લ્ડ કપમાં થશે આતંકી હુમલો! પાકિસ્તાનથી મળી ધમકી

Tags :
Advertisement

.