Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ટીમ પૈસાનો વરસાદ, મળશે 13 કરોડ રૂપિયા, ભારતીય ટીમને મળશે આટલા રૂપિયા, જાણો

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો હતો અને આ સાથે જ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ચાલેલી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટપૂર્ણ થઈ છે. T20 World Cupમાં ટ્રોફી સિવાય ICC દ્વારા અનેક પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં આ વર્લ્ડ કપ માટે આઇસીસી દ્વારા કુલ રુપિયા 45.68 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આ
ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ટીમ પૈસાનો વરસાદ  મળશે 13 કરોડ રૂપિયા  ભારતીય ટીમને મળશે આટલા રૂપિયા  જાણો
Advertisement
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો હતો અને આ સાથે જ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ચાલેલી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટપૂર્ણ થઈ છે. T20 World Cupમાં ટ્રોફી સિવાય ICC દ્વારા અનેક પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં આ વર્લ્ડ કપ માટે આઇસીસી દ્વારા કુલ રુપિયા 45.68 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી હતી.
ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ
ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ રૂ. 13.05 કરોડથી વધારે રકમનું ઈનામ મળશે. આ સિવાય ટી20 વર્લ્ડકપમાં સુપર-12માં દરેક જીત માટે ઈંગ્લેન્ડને અલગથી રૂ. 32.6 લાખ આપવામાં આવશે. ઇંગ્લેન્ડે 3 મેચ જીતી એટલે કે તેને રૂ. 97 લાખથી વધુ મળશે.
રનર્સ-અપ ટીમ પાકિસ્તાન
ટી-20 વર્લ્ડ કપની આ ટૂર્નામેન્ટના રનર્સ અપ તરીકે આવેલા પાકિસ્તાનને આશરે સાડા છ કરોડ રૂપિયાનું ઈનામ મળશે. ઈંગ્લેન્ડની જેમ પાકિસ્તાનને પણ સુપર-12ની જીતના બદલામાં વધારાના રૂપિયા મળશે. પાકિસ્તાનની 3 જીત સાથે તેના ખાતામાં રૂ. 97 લાખથી વધુ રૂપિયા આવશે. તેથી પાકિસ્તાનની ટીમને લગભગ 7.5 કરોડ રૂપિયા મળશે.
સેમીફાઈનલિસ્ટ ટીમો: ન્યૂઝીલેન્ડ, ભારત
ટી-20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરેલી ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોને રુ. 3.6 કરોડ મળશે. આ ઉપરાંત સુપર-12ની જીતના બદલામાં પણ તેને પૈસા મળશે. ભારતે 3 મેચ પણ જીતી હતી અને રૂ. 97 લાખથી વધુ મળશે. એટલે કે ભારતના ખાતામાં લગભગ 4.6 કરોડ રૂપિયા આવશે. ન્યૂઝીલેન્ડે પણ આટલી રકમ મળશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમોને પણ ઈનામમાં સારી રકમ મળશે.
Tags :
Advertisement

.

×