New Zealand new Captai: ન્યુઝીલેન્ડને મળ્યો નવો કેપ્ટન, આ ખેલાડી કરશે ટીમની આગેવાની
- ન્યુઝીલેન્ડની ટીમને નવો કેપ્ટન મળ્યો
- મિચેલ સેન્ટનરને ટીમની મળી જવાબદારી
- કેન વિલિયમસને આપ્યું રાજીનામું
New Zealand new Captai:ન્યુઝીલેન્ડની ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સાથે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી. જેમાં ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ પણ પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ રમી હતી. હવે ન્યુઝીલેન્ડને સફેદ બોલ ક્રિકેટમાં નવો કેપ્ટન મળ્યો છે. સ્પિન બોલર મિચેલ સેન્ટનરને ટીમનો નવો કેપ્ટન (New Zealand new Captai)બનાવવામાં આવ્યો છે.
કેન વિલિયમસને આપ્યું રાજીનામું
ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જે બાદ કેન વિલિયમસને સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ હવે આ મોટી જવાબદારી મિચેલ સેન્ટનરને સોંપવામાં આવી છે. આ પહેલા પણ સેન્ટનર ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેણે 24 T20 અને 4 ODI મેચોમાં કેપ્ટનશિપ કરી છે. હવે સેન્ટનરની નવી જવાબદારી ડિસેમ્બરમાં શ્રીલંકા સાથેની સિરીઝથી શરૂ થશે.
કેપ્ટન બનવા પર સેન્ટનરે શું કહ્યું?
વ્હાઈટ બોલ ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા પર મિચેલ સેન્ટનરે કહ્યું, “આ એક નવો પડકાર છે અને હું સફેદ બોલ ક્રિકેટના મહત્વના તબક્કામાં જોડાવા માટે ઉત્સાહિત છું જે આપણી આગળ છે. "જ્યારે તમે નાના છો ત્યારે ન્યુઝીલેન્ડ માટે રમવું હંમેશા એક સ્વપ્ન છે, પરંતુ બે ફોર્મેટમાં સત્તાવાર રીતે તમારા દેશનું નેતૃત્વ કરવાની તક મેળવવી એ ખાસ છે.
આ પણ વાંચો -ભારતના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફેન્સને લાગ્યો ઝટકો
24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ કરી છે
32 વર્ષીય મિશેલ સેન્ટનરે 2020માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ T20 ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ પછી તે વર્ષ 2022માં સ્કોટલેન્ડ સામેની ODIમાં પણ કેપ્ટન બન્યો હતો. સેન્ટનેરે અત્યાર સુધીમાં 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ટીમે 13માં જીત મેળવી છે અને 9માં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે ચાર વનડે મેચોમાં ટીમની કમાન પણ સંભાળી છે.
આ પણ વાંચો -IND vs AUS : હારને ડ્રો માં પરિવર્તિત કરવામાં સફળ રહી Team India
ભારત પ્રવાસમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યો
મિશેલ સેન્ટનરને હંમેશા મર્યાદિત ઓવરનો ખેલાડી માનવામાં આવે છે. અત્યાર સુધીમાં તેણે કીવી ટીમ માટે 107 ODI મેચમાં 108 અને 106 T20 ઈન્ટરનેશનલ મેચમાં 117 વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડે ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણી 3-0થી જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્ટનરે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ટીમ માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો. પછી તેણે માત્ર એક જ મેચ રમી. પુણેમાં આયોજિત બીજી ટેસ્ટ મેચમાં તેણે કુલ 13 વિકેટ લીધી હતી અને કિવી ટીમને 113 રનથી જીતવામાં મદદ કરી હતી. તેના જોરદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા મેચ અને સિરીઝ હારી ગઈ હતી. અત્યાર સુધી તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 13 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો -KL Rahul એ જણાવ્યો ઓસ્ટ્રેલિયામાં રન બનાવવાનો ફોર્મુલા, જાણો શું કહ્યું!
કોચની પ્રતિક્રિયા સામે આવી
ન્યુઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું, "તેમની પાસે T20 ટીમનું નેતૃત્વ કરવાનો ઘણો અનુભવ છે અને જ્યારે તેણે ગયા મહિને ODI ટીમનું નેતૃત્વ કર્યું ત્યારે તેણે સારું કામ કર્યું હતું, તેથી તેને પહેલેથી જ સારી સમજ છે કે ટીમનું નેતૃત્વ કરવાનો અર્થ શું છે. મને વિશ્વાસ છે કે મિચ તેની પોતાની દ્રષ્ટિ અને નેતૃત્વ શૈલીને પણ ભૂમિકામાં લાવશે.”