Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diamond League માં હારનો ખુલાસો Neeraj Chopra એ કર્યો,જાણો કારણ

પ્રશિક્ષણ દરમિયાન જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો ગંભીર ઈજાને કારણે તેઓ સ્પર્ધા જીતવામાં અસફળ રહ્યા Neeraj Chopra Diamond League 2024 : Neeraj Chopra Diamond League 2024 માં પ્રથમ...
diamond league માં હારનો ખુલાસો neeraj chopra એ કર્યો જાણો કારણ
  • પ્રશિક્ષણ દરમિયાન જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો
  • વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો
  • ગંભીર ઈજાને કારણે તેઓ સ્પર્ધા જીતવામાં અસફળ રહ્યા

Neeraj Chopra Diamond League 2024 : Neeraj Chopra Diamond League 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. Neeraj Chopra એ Diamond League 2024 ની ફાઈનલમાં 87.89 મીટરનો જેવલીન થ્રો કર્યો હતો. ત્યારે તેઓ Diamond League 2024 માં બીજા સ્થાને આવ્યા હતાં. તો Diamond League 2024 માં પ્રથમ સ્થાન પર ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે બેસ્ટ થ્રો 87.87 મીટરનો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે Neeraj Chopra નજીવા અંતરથી ચૂકી ગયા છે. ત્યારે Neeraj Chopra એ તેની પાછળનું કારણ જણાવ્યું છે.

Advertisement

પ્રશિક્ષણ દરમિયાન જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો

Neeraj Chopra એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં Neeraj Chopra એ લખ્યું છે કે, 2024 ના ખેલ સમાપ્ત થયા છે. હું તે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશ, જે મેં વર્ષ દરમિયાન નોંધ કરી છે. તો તેમાં પણ ખાસ કરીને ખેલક્ષેત્રે સુધારો, અસફળતાઓ, માનસિકતા અને વિવિધ શારીરિક બાબતનો સમાવેશ છે. સોમવારના રોજ પ્રશિક્ષણ દરમિયાન હું ઘાયલ થયો હતો. તેના કારણે જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો. મારા માટે આ એક પડકારદાયક છે. તેમ છતાં હું મારી ટીમના માર્ગદર્શન અને સારવાર હેઠળ બ્રુસેલ્સમાં પ્રદર્શન માટે તૈયાર હતો.

આ પણ વાંચો: ભારતને 10 વર્ષ પછી મળશે નવો ઝહીર ખાન, બાંગ્લાદેશ સામે અગ્નિ પરીક્ષા!

Advertisement

વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો

Neeraj Chopra એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 ની આ અંતિમ મેચ હતી. જોકે હું નક્કી કરેલા લક્ષ્યાંક પર સ્પર્ધા દરમિયાન પહોંચી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે, આ એક એવી સ્પર્ધા હતી, જેના માધ્યમથી મને ઘણું વધુ શીખવા મળ્યું છે. હવે, હું સંપૂર્ણ રીતે તંદુક્સત છું. હું તમારા બધાના સમર્થનનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો છે. હવે, વર્ષ 2025 ના રણમેદાનમાં મુલાકાત થશે.

Advertisement

ગંભીર ઈજાને કારણે તેઓ સ્પર્ધા જીતવામાં અસફળ રહ્યા

ત્યારે Neeraj Chopra ના નિવેદનથી એ સાબિત થાય છે કે, તેમના જમણા હાથમાં આવેલી ગંભીર ઈજાને કારણે તેઓ સ્પર્ધા જીતવામાં અસફળ રહ્યા હતાં. તેમાં Neeraj Chopra એ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તે ઉપરાંત Neeraj Chopra એ ફાઈનલમાં 3 થ્રો દરમિયાન 85 મીટરથી ઓછા રહ્યા હતાં. તે ઉપરાંત Neeraj Chopra એ જૈવલિન થ્રોમાં બે ઓલંમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમણે વર્ષ 2022 માં ટોક્યો ઓલમ્પિક દરમિયાન સુવર્ણ પદક મેળવ્યો હતો.

આ પણ વાંચો: Diamond League : Final માં Neeraj Chopra 1 સેન્ટિમીટરથી ચૂક્યો ગોલ્ડ

Tags :
Advertisement

.