Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Olympics 2024 બાદ આ સ્પર્ધાના રણમેદાનમાં ઉતરશે નીરજ ચોપરા

22 ઓગસ્ટના રોજ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો Olympics માં ડૉક્ટરોએ મારું ધ્યાન સારી રીતે રાખ્યું હતું ટ્રેક પર મારા કદમ યોગ્ય રીતે જોવા મળ્યા ન હતાં Neeraj Chopra Next Match: તાજેતરમાં ભારતીય Javelin Throw ખેલાડી નીરજે ચોપરાએ Paris Olympics...
olympics 2024 બાદ આ સ્પર્ધાના રણમેદાનમાં ઉતરશે નીરજ ચોપરા
  • 22 ઓગસ્ટના રોજ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો

  • Olympics માં ડૉક્ટરોએ મારું ધ્યાન સારી રીતે રાખ્યું હતું

  • ટ્રેક પર મારા કદમ યોગ્ય રીતે જોવા મળ્યા ન હતાં

Neeraj Chopra Next Match: તાજેતરમાં ભારતીય Javelin Throw ખેલાડી નીરજે ચોપરાએ Paris Olympics 2024 માં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં Neeraj Chopra એ પોતાના બીજા વારમાં 89.45 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ત્યારે Paris Olympics 2024 માં મેન્સ Javelin Throw ની ફાઈનલ મેચમાં પાકિસ્તાની ખેલાડી આરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારે નીરજ ચોપરાને લઈ એક નવી માહિતી સામે આવી છે.

Advertisement

22 ઓગસ્ટના રોજ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો

ફરી એકવાર રમતની રણમેદાનમાં Neeraj Chopra ઉતરશે. 22 ઓગસ્ટના રોજ lausanne diamond league માં Javelin Throw સ્પર્ધામાં Neeraj Chopra પ્રદર્શન કરતા જોવા મળશે. જોકે Paris Olympics 2024 દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, બેલ્જિયમના બ્રુસેલ્સમાં યોજાનારી Diamond મેચમાં રમવા ઈચ્છે છે. જોકે તેના માટે નીરજ ચોપરાએ Diamond league મેચમાં પ્રદર્શન કરવું અનિવાર્ય હતું. તેના અંતર્ગત તેમને 22 ઓગસ્ટ અને 5 સપ્ટેબર બંનેમાંથી એક દિવસને પસંદ કરવાનો હતો. ત્યારે નીરજ ચોપરાએ 22 ઓગસ્ટના રોજ Diamond league માં પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: વતન પરત ફરતા જ ભાવુક થઇ Vinesh Phogat, જુઓ Video

Advertisement

Olympics માં ડૉક્ટરોએ મારું ધ્યાન સારી રીતે રાખ્યું હતું

Neeraj Chopra એ તેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું વિચારી રહ્યો કે, સૌ પ્રથમ હું Zürich Diamond League માં પ્રદર્શન કરું, અને ત્યારબાદ ફાયનલ Diamond league માં ટક્કર આપું. તે ઉપરાંત મારા માટે સારી વાત એ હતી, કે Paris Olympics 2024 બાદ મને કોઈ શારીરિક ઈજા પહોંચી ન હતી. જોકે Paris Olympics 2024 દરમિયાન ડૉક્ટરોએ મારું ધ્યાન સારી રીતે રાખ્યું હતું. ત્યારે મેં હવે નિર્ણય લીધો છે કે, હું 22 ઓગસ્ટના રોજ lausanne diamond league માં પ્રદર્શન કરીશ.

Advertisement

ટ્રેક પર મારા કદમ યોગ્ય રીતે જોવા મળ્યા ન હતાં

અરશદ નદીમ વિશે Neeraj Chopra એ જણાવ્યું કે, મેં ક્યારે પણ નથી વિચાર્યું કે, હું આ નથી કરી શકતો. જોકે અરશદ નદીમનું સર્વશ્રેષ્ઠ 90.18 મીટરનો થ્રો રહ્યો છે, જ્યારે મારો સર્વશ્રેષ્ઠ 89.94 મીટરનો થ્રો રહ્યો છે. Paris Olympics 2024 દરમિયાન હું માનસિક રીતે તૈયાર હતો, પરંતુ શારીરિક રીતે પાછળ રહી ગયો હતો. કારણ કે... ટ્રેક પર મારા કદમ યોગ્ય રીતે જોવા મળ્યા ન હતાં. તે ઉપરાંત નદીમના થ્રો બાદ તાત્કાલિક મારો થ્રો પડકારદાયક હતો, કારણ કે... હું માનસિક રીતે તૈયાર હતો.

આ પણ વાંચો: Vinesh Phogat એ ભાવુક પોસ્ટ કરી પોતાની સંઘર્ષતાની ગાથાનું કર્યું વર્ણન

Tags :
Advertisement

.