ND vs NZ: પુણે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના આ દિગ્ગજોને 4 રેકોર્ડ તૂટશે?
- પુણેમાં રમાશે બીજી ટેસ્ટ
- વિરાટ કોહલીની નજર 4 રેકોર્ડ પર
- બીજી ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા
ND vs NZ:ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. તેણે બીજી ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની બીજી મેચ પૂણેમાં રમાશે. ફેન્સ આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli Record)પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખી રહ્યા છે. તે જ સમયે, આ મેચમાં વિરાટ કોહલીના નિશાના પર ઘણા રેકોર્ડ્સ હશે.
ડેવિડ વોર્નરને છોડી શકે છે પાછળ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે WTCમાં 38.77ની એવરેજથી 2,404 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. જો તે પુણે ટેસ્ટ મેચમાં 20 વધુ રન બનાવશે તો તે WTCમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નર (Don Bradman Record) કરતા વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. ડેવિડ વોર્નરે 2,423 રન બનાવ્યા છે.
IND vs NZ: Virat Kohli becomes the fourth Indian to score 9000 Test runs.#INDvsNZ #ViratKohli𓃵 #Cricket #RohitSharma𓃵 #SarfarazKhan pic.twitter.com/ZYfaUnNeqa
— Kumar M (@OldYaade) October 18, 2024
ડોન બ્રેડમેનનો તોડશે રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 29 સદી ફટકારી છે. સદીના મામલે તે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની બરાબરી પર છે. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી પુણેમાં સદી ફટકારે છે તો તે ડોન બ્રેડમેન કરતા આગળ નીકળી જશે.
આ પણ વાંચો -Commonwealth Games 2026 : ભારતને લાગ્યો ઝટકો, ક્રિકેટ અને હોકી સહિત આ રમતો બહાર
સનથ જયસૂર્યા અને બ્રેન્ડન મેક્કુલમને છોડી શકે છે પાછળ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે વિરાટ કોહલી ગ્રેગ ચેમ્પલ, સનથ જયસૂર્યા, બ્રેન્ડન મેક્કુલમ અને તમીમ ઈકબાલની બરાબરી પર છે. હવે જો તે પુણેમાં બીજી ફિફ્ટી બનાવે તો કોહલી તે બધાથી આગળ નીકળી જશે.
Mohammed Shami said - "Virat Kohli is the Most Fittest player in the Indian Team". (Sports Today). pic.twitter.com/2bSZG1E02q
— Tanuj Singh (@ImTanujSingh) October 22, 2024
આ પણ વાંચો -Mohammed Shami Fitness: મોહમ્મદ શમીએ વાપસી અંગે કહીં આ મોટી વાત
ગ્રેહામ ડોલિંગનો રેકોર્ડ પણ નિશાના પર રહેશે
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં 936 રન બનાવ્યા છે. જો પુણે ટેસ્ટમાં કોહલી 29 રન બનાવશે તો તે ન્યૂઝીલેન્ડના ગ્રેહામ ડોલિંગને પાછળ છોડી દેશે. તેણે ભારત સામે ટેસ્ટમાં કુલ 964 રન બનાવ્યા છે. આ સાથે કોહલી ભારત-ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની જશે.