Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MUMBAI INDIANS એ આફ્રિકાના 17 વર્ષીય પ્લેયરને ટીમમાં કર્યો શામેલ, U 19 વર્લ્ડ કપમાં મચાવી હતી ધમાલ

Kwena Maphaka Mumbai Indians : IPL એટલે ક્રિકેટનો મહાકુંભ. IPL ને શરૂ થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે. દરેક ટીમ હાલ પોતાની ટીમને મજબૂત કરવામા લાગી છે. પરંતુ ઘણી ટીમો હાલ ઇજાગ્રસ્ત પ્લેયર્સની સમસ્યાનો સામનો કરી રહી છે....
mumbai indians એ આફ્રિકાના 17 વર્ષીય પ્લેયરને ટીમમાં કર્યો શામેલ  u 19 વર્લ્ડ કપમાં મચાવી હતી ધમાલ

Kwena Maphaka Mumbai Indians : IPL એટલે ક્રિકેટનો મહાકુંભ. IPL ને શરૂ થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે. દરેક ટીમ હાલ પોતાની ટીમને મજબૂત કરવામા લાગી છે. પરંતુ ઘણી ટીમો હાલ ઇજાગ્રસ્ત પ્લેયર્સની સમસ્યાનો સામનો કરી રહી છે. ત્યારે IPL ની સૌથી સફળ ટીમમાંથી એક MUMBAI INDIANS ને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના એક પ્રીમિયમ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થયા છે. તેમના સ્થાને IPL માં એક યુવા પ્લેયરની એન્ટ્રી થઈ છે.

Advertisement

MUMBAI INDIANS એ હરાજીમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાને પોતાની ટીમમાં શામેલ કર્યા હતા. પરંતુ IPL ની શરૂઆત પહેલા જ તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. દિલશાન મદુશંકા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે આખી T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે MUMBAI INDIANS એ તેમના સ્થાને એક 17 વર્ષના ફાસ્ટ બોલરને પોતાની ટીમમાં શામેલ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના આ બોલરને શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કોણ છે ક્વેના મફાકા?

Advertisement

17 વર્ષીય ક્વેના મફાકા હજી સ્કૂલમાં અભ્યાસ કરે છે 

ક્વેના હાલમાં શાળામાં અભ્યાસ કરે છે. તે જોહાનિસબર્ગની સેન્ટ સ્ટિથિઅન્સ સ્કૂલમાં તેના અંતિમ વર્ષમાં છે. ક્વેના મ્ફાકાનો જન્મ 8 એપ્રિલ 2006 ના રોજ જોહાનિસબર્ગમાં થયો હતો.  ખાસ વાત એ છે કે તે ઉનાળાના વેકેશન માટે ઘરે જવાનો હતો, પરંતુ તે પહેલા તેને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ફોન આવ્યો અને આઈપીએલમાં સરપ્રાઈઝ એન્ટ્રી મળી.

Advertisement

ક્વેના માફાકા 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે

ક્વેના માફાકા 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, તે પોતાના સ્વિંગ માટે જાણીતો છે. ક્વેના મફાકાએ અંડર-19 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 6 ODI મેચમાં 21 વિકેટ લઈને સાઉથ આફ્રિકાને સેમિફાઈનલ સુધી પહોંચાડ્યું. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 9.71 હતી અને ઈકોનોમી રેટ 3.81 હતો. તેને કાગીસો રબાડા જેવો બોલર માનવામાં આવે છે.

તેના અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો તેણે 2 ફર્સ્ટ ક્લાસ મેચની 4 ઇનિંગ્સમાં 7 વિકેટ ઝડપી છે. 2 લિસ્ટ A મેચમાં 3 વિકેટ અને 9 T-20 મેચમાં 13 વિકેટ લીધી છે. તે દક્ષિણ આફ્રિકા A ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. આ બોલરનું તોફાની પ્રદર્શન જોવું ખરેખર રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : IPL 2024 Opening Ceremony : બોલીવુડના આ દિગ્ગજ સ્ટાર ઓપનિંગ સેરેમનીમાં લગાવશે ચાર ચાંદ

Tags :
Advertisement

.