ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MUMBAI INDIANS માંથી હવે કપાશે HARDIK PANDYA નું પત્તું! આ ખેલાડી બનશે ટીમના નવા કપ્તાન

વર્ષ 2025 માં હવે IPL ની MEGA AUCTION નું આયોજન થવાનું છે. MEGA AUCTION પહેલા તેને લગતા ઘણા અહેવાલો સામે આવી રહયા છે. મળતી માહિતીના અનુસાર, હવે HARDIK PANDYA ને MUMBAI INDIANS ની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને...
07:09 PM Aug 04, 2024 IST | Harsh Bhatt

વર્ષ 2025 માં હવે IPL ની MEGA AUCTION નું આયોજન થવાનું છે. MEGA AUCTION પહેલા તેને લગતા ઘણા અહેવાલો સામે આવી રહયા છે. મળતી માહિતીના અનુસાર, હવે HARDIK PANDYA ને MUMBAI INDIANS ની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને તેમના સ્થાને સુર્યકુમાર યાદવને ટીમના કપ્તાન બનાવવામાં આવી શકે છે. આ અહેવાલ સામે આવ્યા બાદ ઘણા હાર્દિકના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

MUMBAI INDIANS નું HARDIK PANDYA ને ટાટા બાય બાય

IPL 2025 માટે MEGA AUCTION ની તૈયારીઓ થઈ ચૂકી છે. ઘણા મોટા ખેલાડીઓને લઈને હવે અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળતી માહિતીના અનુસાર, MUMBAI INDIANS ની ટીમ હવે હાર્દિક પંડયાને ટીમમાં ફરીથી સ્થાન આપવા માટે વિચાર કરી રહી છે. તેઓનું સ્થાન ટીમમાંથી હવે કપાઈ શકે છે. આવા સંજોગોમાં હાર્દિક પંડયાના સ્થાને MUMBAI INDIANS ના નવા કપ્તાન SURYA KUMAR YADAV બની શકે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માના સ્થાને MUMBAI ના કપ્તાન હાર્દિક પંડયાને બનાવવામાં આવ્યા હતા, પરંતુ હાર્દિક વર્ષ 2024 માં કઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા.

આ ખેલાડી બનશે નવા સુકાની

MEGA AUCTION પહેલા એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે - MUMBAI INDIANS રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને રિટેન કરવા માંગે છે. તે જ સમયે, ટીમ એક વિદેશી ખેલાડીને જાળવી રાખશે. આવ સંજોગોમાં HARDIK PANDYA નું સ્થાન ટીમમાં બનતું નથી. અહેવાલ તો એવા પણ સામે આવી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી રોહિત શર્માને કેપ્ટન્સી સોંપી શકે છે. જો રોહિત શર્મા કેપ્ટનશીપ માટે તૈયાર નથી તો ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર કુમાર યાદવ હવે તેઓ T20 ફોર્મેટમાં ભારતની કપ્તાની સંભાળી રહ્યા છે. શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં તેમણે જ કપ્તાની કરી હતી અને તે શ્રેણીમાં ભારતને જીત મળી હતી.

આ પણ વાંચો : Olympic 2024: ભારતીયોને મળશે મફત Visa , જો નીરજ ચોપરા જીતશે Gold

Tags :
Hardik PandyaIPL 2025ipl mega auction 2025MEGA AUCTIONMumbai Indiansnew captainrohit sharmaSURYA KUMAR YADAV
Next Article