Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MI VS SRH : સૂર્યાની સદીએ પાર પાડી મુંબઈની નૈયા, વાનખેડેના મેદાનમાં અંતે મળી જીત

MI VS SRH : મુંબઇ ઇન્ડિયન્સ ( MI ) અને સનરાઇઝર્સ હૈદરાબાદ ( SRH ) વચ્ચે આજે IPL 2024 ની 54 મી મેચ રમાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો છે....
11:24 PM May 06, 2024 IST | Harsh Bhatt

MI VS SRH : મુંબઇ ઇન્ડિયન્સ ( MI ) અને સનરાઇઝર્સ હૈદરાબાદ ( SRH ) વચ્ચે આજે IPL 2024 ની 54 મી મેચ રમાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સનો શાનદાર વિજય થયો છે. મુંબઇ ઇન્ડિયન્સનો આ IPL 2024 માં 4 થો વિજય છે. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 173 રન બનાવ્યા હતા. અને મુંબઈની ટીમે આ સ્કોર 17.2 ઓવર માં પાર પાડ્યો હતો. સૂર્યાના શાનદાર શતકના કારણે આજે મુંબઈની નૈયા પાર લાગી છે.

કપ્તાન હાર્દિક પંડયાની શાનદાર બોલિંગે SRH ને અટકાવ્યા

વાનખેડેના મેદાન ઉપર મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 173 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે સૌથી વધુ ટ્રેવિસ હેડે રન બનાવ્યા હતા. તેણે 160 ની સ્ટ્રાઈક રેટ સાથે 7 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 48 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત અંતિમ ઓવર્સમાં પેટ કમિંગ્સએ ધુઆધાર બેટિંગ કરતાં 17 જ બોલમાં 35 રન બનાવ્યા હતા. તેના કારણે હૈદરાબાદની ટીમનો સ્કોર 173 સુધી પહોંચી શક્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ માટે આજે બોલિંગમાં કપ્તાન હાર્દિક પંડ્યા દ્વારા શાનદાર પ્રદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વધુમાં પિયુષ ચાવલા દ્વારા પણ શાનદાર બોલિંગ કરવામાં આવી હતી અને તેમને પણ 3 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપ 2024 માટે હાર્દિકનું ફોર્મમાં આવવું જરૂરી

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2024 ની ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે ત્યારે તેમનો આજે શાનદાર દેખાવ ભારતીય ટીમ માટે ખૂબ જ સારા અણસાર છે. હાર્દિક પંડ્યા ટીમ માટે એક ખૂબ જ મહત્વના ઓલરાઉન્ડરની ભૂમિકા આવનારા વિશ્વ કપમાં ભજવવાના છે માટે તેમનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે. હાર્દિક પંડ્યા ઉપરાંત ભારતીય ટીમમાં અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેનો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઇ ઇન્ડિયન્સ જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઊતર્યા ત્યારે મુંબઈના ઓપનર્સ ઈશાન કિશન અને રોહિત શર્મા વધુ એક વખત ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ નીવળ્યા હતા. ઈશાન કિશન 9 રન અને રોહિત શર્મા 4 રન બનાવીને આઉટ થયા હતા. વધુમાં ત્રણ નંબર ઉપર આવેલ નમન પણ કંઈ ખાસ કમાલ બતાવી શક્યા ન હતા.

સૂર્યાની હૈદરાબાદ સામે ધૂમ, ફટકારી સદી

31 રન ઉપર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. બંને ભેગા મળીને 143 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. તેમાં પણ સૂર્યકૂમાર યાદવ આજે તોફાની બેટિંગ કરવાના મૂડમાં લાગ્યા હતા. સૂર્યકુમાર યાદવ એ ફક્ત 51 બોલમાં 102 રન ફટકારીને 200 ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. સામે તિલક વર્માએ 32 બોલમાં 37 બનાવ્યા હતા. આમ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગના કારણે મુંબઈને સાત વિકેટથી જીત મળી હતી.

સૂર્યાએ કરી કે.એલ રાહુલ બરાબરી

સૂર્યકમાર યાદવની ટી20 માં આ છઠ્ઠી સદી હતી અને તેણે હવે ભારતીય તરીકે ટી 20 માં 5 સદી ફટકારનાર ગિલને પાછળ છોડી દીધો છે. જ્યારે સૂર્યકુમારે કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડની બરાબરી કરી લીધી છે.

ટી20માં ભારતીયો દ્વારા સૌથી વધુ સદી

9 – વિરાટ કોહલી
8 - રોહિત શર્મા
6 – કેએલ રાહુલ
6- ઋતુરાજ ગાયકવાડ
6 – સૂર્યકુમાર યાદવ
5 – શુભમન ગિલ

મુંબઈ પહોંચ્યું 9 માં સ્થાને

હૈદરાબાદ સામે મળેલી જીત બાદ મુંબઈ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં એક ક્રમાંક ઉપર આવ્યું છે. મુંબઈ ઈન્ડીયન્સ હવે આઠ પોઇન્ટ સાથે નવમા ક્રમાંકે પહોંચ્યું છે જ્યારે હવે દસમા ક્રમાંકે ગુજરાત ટાઇટન્સની ટીમ આવી પહોંચી છે. બીજી તરફ આ મેચમાં હાર મળ્યા બાદ પણ હૈદરાબાદ હજી પણ ચોથા ક્રમે છે.

આ પણ વાંચો : આ ટીમ પહેલીવાર T20 World Cup નો બનશે હિસ્સો, Squad ની કરી જાહેરાત

Tags :
BCCIHardik PandyaIPL 2024MI vs SRHMI wonMumbai IndiansPat-CumminsPIYUSH CHAWLASUNRISERS HYDRABADSURYA KUMAR YADAVTravis HeadWankhede Stadium
Next Article