Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MI VS DC : હાર્દિકને આખરે થયો હાશકારો, મુંબઈને મળી તેની પહેલી જીત

MI VS DC : IPL 2024 ના SUPER SUNDAY માં 20 મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ ( MI ) અને દિલ્હી કેપિટલ્સ ( DC ) વચ્ચે રમાઈ હતી. આ સુપર સંડેના સુપર મેચમાં આખરે મુંબઈને આ વર્ષની પહેલી જીત મળી છે....
mi vs dc   હાર્દિકને આખરે થયો હાશકારો  મુંબઈને મળી તેની પહેલી જીત

MI VS DC : IPL 2024 ના SUPER SUNDAY માં 20 મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ ( MI ) અને દિલ્હી કેપિટલ્સ ( DC ) વચ્ચે રમાઈ હતી. આ સુપર સંડેના સુપર મેચમાં આખરે મુંબઈને આ વર્ષની પહેલી જીત મળી છે. મુંબઈના આંગણે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

Advertisement

Advertisement

પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં તો મહાકાય અને વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, તેમણે 5 વિકેટ ગુમાવીને  234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સ નિર્ધારિત ઓવરમાં 205 રન જ બનાવી શકી હતી. આ સાથે મુંબઈએ આ મેચ 29 રને જીતી લીધી હતી. આ સિઝનમાં મુંબઈની આ પહેલી જીત છે.

MI એ પ્રથમ બેટિંગ કરતા શાનદાર 234 રન બનાવ્યા હતા

Advertisement

મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા શાનદાર 234 રન બનાવ્યા હતા. મુંબઈને આ વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં રોહિત શર્માએ સૌથી વધુ 49 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય ટિમ ડેવિડે 45, ઈશાન કિશને 42, હાર્દિક પંડ્યા અને રોમારિયો શેફર્ડે 39-39 રન બનાવ્યા હતા. આ સિઝનની પ્રથમ મેચ રમી રહેલા સૂર્યકુમાર યાદવ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી અક્ષર પટેલ અને એનરિક નોર્ટજેએ 2-2 વિકેટ લીધી હતી. તેના સિવાય ખલીલ અહેમદને 1 સફળતા મળી હતી.

મુંબઈની જીતનો હીરો - રોમારીયો શેફર્ડ

મુંબઈની જીતનો હીરો રોમારીયો શેફર્ડ રહ્યો હતો જેણે વિષ્ફોટક બેટિંગ કરતા પ્રથમ દાવની છેલ્લી ઓવરમાં 32 રન બનાવ્યા હતા. રોમારિયોએ માત્ર 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. આ વિશાળ લક્ષ્યનો પીછો કરતાં DC ની ટીમે પણ સારો દેખાવ કર્યો હતો પરંતુ તેઓ 205 રન સુધી જ પહોંચી શક્યા હતા.

પૃથ્વી શો એ કર્યું કમબેક પરંતુ ટીમના હાથે લાગી હાર

મુંબઈના આ વિશાળ 235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત વધુ સારી રહી ન હતી. રોમારિયો શેફર્ડે ચોથી ઓવરમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. વોર્નરે ફક્ત 8 બોલમાં 10 રન બનાવ્યા હતા. આ વખતે પૃથ્વી શોએ અભિષેક પોરેલ સાથે મળીને દાવ સંભાળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 88 રન જોડ્યા હતા. જસપ્રીત બુમરાહે પૃથ્વી શોને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. પૃથ્વીએ 44 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મુંબઈ તરફથી Gerald Coetzee એ 4 વિકેટ ઝડપી હતી અને બૂમરાહને પણ 2 સફળતા મળી હતી.

આ પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા માધવી લતાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર

Tags :
Advertisement

.