Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Paralympics 2024 માં ભારતે મેડલ જીતવામાં લગાવ્યો ચોક્કો

Manish Narwal એ સ્પર્ઘામાં Silver Medal જીત્યો પિતાએ ઘર વહેંચીને તાલીમા માટે પિસ્તોલ અપાવી 2021 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો Manish Narwal Paris Paralympics 2024 : આજરોજ ભારતે Paris Paralympics 2024 માં ચોથો મેડલ જીતીને ઈતિહાસ...
paris paralympics 2024 માં ભારતે મેડલ જીતવામાં લગાવ્યો ચોક્કો
  • Manish Narwal એ સ્પર્ઘામાં Silver Medal જીત્યો

  • પિતાએ ઘર વહેંચીને તાલીમા માટે પિસ્તોલ અપાવી

  • 2021 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો

Manish Narwal Paris Paralympics 2024 : આજરોજ ભારતે Paris Paralympics 2024 માં ચોથો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. Manish Narwal એ 10 મીટર એર પિસ્તોલની શૂટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યો છે. Manish Narwal એ આ સ્પર્ઘામાં Silver Medal જીત્યો છે. Manish Narwal એ Tokyo paralympics 2020 માં પણ ભારત માટે Silver Medal જીત્યો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ કોરિયાના જો જોંકડુએ ગોલ્ડ મેડલ અને ચીનના યાંગ ચાઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Advertisement

Manish Narwal એ આ સ્પર્ઘામાં Silver Medal જીત્યો

Manish Narwal નો જન્મથી જમણા હાથ વિકલાંગ છે. જોકે સામાન્ય રીતે આ તેમના માટે જીવનની એક ખામી સાબિત થઈ હતી. પરંતુ સમય જતા Manish Narwal એ ખેલક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું હતું. Manish Narwal એ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારે તે પ્રથમ વર્ગમાં તમામ બાળકો સાથે બેઠો હતો ત્યારે તે અન્ય બાળકોથી અલગ હતો. તેના જમણા હાથમાં ખામી હતી. આ જાણ્યા પછી તે ખૂબ રડતો હતો. તે લોકોની સામે આવતા પણ ડરતો હતો. મનીષ અગ્રવાલને ફૂટબોલની રમત પસંદ હતી. તેણે ફૂટબોલર બનવાનું સપનું જોયું પરંતુ શારીરિક ખોટને કારણે તે તેને પોતાની કારકિર્દી તરીકે અપનાવવામાં નિષ્ફળ ગયો.

Advertisement

આ પણ વાંચો: વાંચો... અવની લેખરાની Paralysis થી Peralympics સુધીની ગાથા

પિતાએ ઘર વહેંચીને તાલીમા માટે પિસ્તોલ અપાવી

જે બાદ Manish Narwal ના માતાપિતાના સમર્થનથી મિત્રની સલાહ પછી શૂટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. કોચ રાકેશ ઠાકુરે તેને બલ્લભગઢમાં જ શૂટિંગની ટ્રિક્સ શીખવાડી હતી. શૂટિંગમાં તાલીમ લેવા માટે અનેક આર્થિક સમસ્યાઓથી પસાર થવું પડ્યું હતું. સૌ પ્રથમ તાલીમ કાર્યરત રાખવા માટે આંતરરાષ્ટ્રીય મોરોની પિસ્તોલની જરૂર હતી. તો પિતાએ પોતાનું ઘર વેંચીને Manish Narwal ને 7 લાખ રૂપિયાની પિસ્તોલ અપાવી હતી. આ પછી Manish Narwal એ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને સ્પર્ધાઓમાં મેડલ જીતવાનું ચાલુ રાખ્યું હતું.

Advertisement

2021 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો

Manish Narwal એ પેરા-શૂટીંગ સ્પર્ધાઓમાં ઘણા મેડલ મેળવ્યા છે. Manish Narwal ની કારકિર્દીમાં સૌથી યાદગાર ક્ષણ 2021 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં બની હતી, જ્યારે P4 મિશ્રિત 50 મીટર પિસ્તોલ સ્પર્ઘામાં 229.1 ના વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. Manish Narwal એ સર્બિયાના રાસ્તકો જોકિકનો 228.6નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. Manish Narwal ને 2020 માં રમત જગતનો સૌથી મોટો એવોર્ડ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Paris Paralympics 2024 માં અવનિ લેખરાએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો Gold

Tags :
Advertisement

.