વિરાટના નવા વિક્રમ ઉપર ક્રિકેટના ભગવાન સચિનની પ્રતિક્રિયા આવી સામે, કહી આવી વાત
વિરાટ કોહલીએ આજે તેમના જન્મદિવસના દિને જ સાઉથ આફ્રિકા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી છે. કોહલીએ કોલકાતાના મેદાન પર 121 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી 101 રન ફટકારી વિક્રમ સર્જ્યો હતો. આ વિરાટ કોહલીની ODI ક્રિકકેટમાં 49 મી સદી હતી. આ સાથે જ કોહલી એ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની 49 સદીના રેકોર્ડની બરાબરી કરી છે. આ બાબતે સચિને વિરાટ કોહલીને 49 સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સચિને X પર પોસ્ટ કરીને કહ્યું, 'વિરાટ શાનદાર રીતે રમ્યો. મને આ વર્ષે 49 થી 50 (ઉંમરમાં) સુધી પહોંચવામાં 365 દિવસ લાગ્યા, હું આશા રાખું છું કે આગામી થોડા દિવસોમાં તમે 49 થી 50 (સદીઓ) સુધી પહોંચી જશો અને મારો રેકોર્ડ તોડી નાખશો. અભિનંદન.'
વિરાટના નામે વધુ એક વિક્રમ
વિરાટે વનડેમાં સચિનના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે, સચિને 452 વનડે ઇનિંગ્સમાં આ કર્યું હતું. તે જ સમયે, વિરાટે 277 ODI ઇનિંગ્સમાં 49 સદી ફટકારી હતી. વિરાટે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સ અને શ્રેયસ ઐયરના 77 રનની મદદથી ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા.
હું સૌથી મહાન નથી - વિરાટ કોહલી
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી જ્યારે ઓફિશિયલ બ્રોડકાસ્ટર સાથે વાત કરવા આવ્યો ત્યારે કોમેન્ટેટરે તેને કહ્યું કે તમે G.O.A.T. એટલે કે સર્વકાલીન મહાન ખેલાડી છો. આના પર કોહલીએ કહ્યું- ના. હું સર્વકાલીન મહાન નથી. હું સૌથી મહાન નથી.
આ પણ વાંચો -- Happy Birthday Virat Kohli: 35 વર્ષ 35 રેકોર્ડ 35 તસવીરોમાં, જુઓ શા માટે વિરાટ કોહલી છે ક્રિકેટનો બાદશાહ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે