Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

17 વર્ષમાં જે કોઈ ટીમ ન કરી શકી તે KKR એ કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

KKR RECORD : IPL 2024 ની લીગ મેચ હવે પૂરી થઈ છે. હવે આ ટુર્નામેન્ટ તેના અંતિમ ચરણમાં છે. 21 તારીખથી ક્વોલિફાયર શરૂ થવાના છે ત્યારે 26 મી મે ના રોજ ફાઇનલ મુકાબલો રમાવવાનો છે. KKR, SRH, RR અને RCB ...
17 વર્ષમાં જે કોઈ ટીમ ન કરી શકી તે kkr એ કરી બતાવ્યું  બનાવ્યો આ ખાસ રેકોર્ડ

KKR RECORD : IPL 2024 ની લીગ મેચ હવે પૂરી થઈ છે. હવે આ ટુર્નામેન્ટ તેના અંતિમ ચરણમાં છે. 21 તારીખથી ક્વોલિફાયર શરૂ થવાના છે ત્યારે 26 મી મે ના રોજ ફાઇનલ મુકાબલો રમાવવાનો છે. KKR, SRH, RR અને RCB  આ ચાર ટીમો વચ્ચે આખરી જંગ થવાનો છે. ત્યારે KKR ની ટીમની વાત કરીએ તો તેઓ ટેબલ ટોપર્સ તરીકે આ વર્ષે પ્રથમ ક્રમાંકે રહયા છે.  ગુવાહાટીમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. KKRની ટીમે 14માંથી 9 મેચ જીતીને 20 પોઈન્ટ મેળવ્યા છે.આ પછી બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ સાથે તેણે +1.428નો નેટ રન રેટ પણ હાંસલ કર્યો. KKRએ આ નેટ રન રેટ સાથે IPLમાં ઈતિહાસ રચ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

IPL ઇતિહાસમાં KKR સૌથી વધુ નેટ રન રેટ ધરાવતી ટીમ બની

KKR ની ટીમનું પ્રદર્શન આ વર્ષે ખૂબ જ વખાણવા લાયક રહ્યું છે. ગૌતમ ગંભીરનો ટીમમાં એક કોચ તરીકે સમાવેશ થયા બાદ હવે ટીમની દશા અને દિશા બંને બદલાઈ ગઈ છે. KKR ટીમ IPL ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ નેટ રન રેટ હાંસલ કરનારી ટીમ બની. અત્યાર સુધી કોઈ ટીમ આટલો ઊંચો નેટ રન રેટ હાંસલ કરી શકી નથી. KKR ની ટીમે  મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ તોડ્યો હતો.

Advertisement

મુંબઈની ટીમે  2020 માં +1.107 નો નેટ રન રેટ હાંસલ કર્યો હતો. KKR ટીમ IPL ઈતિહાસમાં +1 અથવા વધુ નેટ રન રેટ હાંસલ કરનારી ત્રીજી ટીમ બની છે. RCB ની ટીમે પણ એકવાર 1+ નો નેટ રન રેટ હાંસલ કર્યો છે. RCBએ 2015માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમના કપ્તાન શ્રેયસ અય્યરની આગેવાનીમાં આ નવો વિક્રમ ટીમે સર્જ્યો છે.

ત્રીજી વખત IPL નો ખિતાબ નામે કરવા KKR કટિબદ્ધ

Advertisement

નોંધનીય છે કે, કોલકાતાની ટીમ કાલે હૈદરાબાદ સામે પહેલી ક્વોલિફાયર રમવા જઈ રહી છે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે એલિમિનેટર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

ક્વોલિફાયર-2માં પહોંચનારી ટીમો 24 મેના રોજ સામસામે ટકરાશે. જ્યારે ફાઈનલ 26મી મેના રોજ રમાશે. બે વખત IPL નું ટાઇટલ પોતાના નામે કર્યા બાદ આ વર્ષે ટીમની નજર ત્રીજી વખત ચેમ્પિયન બનવા તરફ છે.

આ પણ વાંચો : RR vs KKR ની મેચ વરસાદમાં ધોવાઈ, જાણો ફાઈનલનું સમીકરણ

Tags :
Advertisement

.