Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL AUCTION : હરાજીમાં 72 ખેલાડીઓ ઉપર ખર્ચાયા 230 કરોડ, ઓસ્ટ્રેલિયન્સ થયા માલામાલ તો અનકેપ્ડ પ્લેયર્સની ચમકી કિસ્મત

IPL 2024 ની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ હરાજી માટે કુલ 333 ખેલાડીઓએ તેમના નામ આપ્યા હતા, પરંતુ માત્ર 72 ખેલાડીઓ જ નસીબદાર રહ્યા, બાકીના 261 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા. મહત્વની વાત એ છે કે આ ભારતની બહાર દુબઈમાં...
ipl auction   હરાજીમાં 72 ખેલાડીઓ ઉપર ખર્ચાયા 230 કરોડ  ઓસ્ટ્રેલિયન્સ થયા માલામાલ તો અનકેપ્ડ પ્લેયર્સની ચમકી કિસ્મત

IPL 2024 ની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ હરાજી માટે કુલ 333 ખેલાડીઓએ તેમના નામ આપ્યા હતા, પરંતુ માત્ર 72 ખેલાડીઓ જ નસીબદાર રહ્યા, બાકીના 261 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા. મહત્વની વાત એ છે કે આ ભારતની બહાર દુબઈમાં પહેલીવાર IPL ની હરાજી યોજાઈ હતી.  હરાજી બાદ ઘણા એવા ખેલાડીઓ છે જેઓ કરોડપતિ બની ગયા છે, તો ઘણાના સપના તૂટયા પણ છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાના ખિલાડીઓ થયા માલામાલ 

Advertisement

IPL 2024 ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે મિચેલ સ્ટાર્ક ઉપર અત્યાર સુધીના ઇતિહાસની સૌથો મોટી બોલી લગાવી છે. શાહરુખ ખાનની ટીમે ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર મિચેલ સ્ટાર્ક ઉપર 24.75 કરોડની બોલી લગાવી છે.  ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન ખિલાડી અને કેપ્ટન પેટ કમિન્સને SRH ની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલું જ નહીં જોહ્ન્સન IPL 2024ની હરાજીમાં રૂ. 10 કરોડ કે તેથી વધુની બિડ મેળવનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો, તેને ગુજરાતની ટીમે પોતાની સ્કવોડમાં શામેલ કર્યો હતો. પરંતુ આ યાદી અહી જ પૂરી નથી થતી, વિશ્વકપ ફાઇનલમાં શતક મારીને ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનવાવનાર ટ્રેવીસ હેડને પણ 6.8 કરોડની મોટી રકમ આપીને હૈદરાબાદ ટીમે પોતાની સ્કવોડમાં શામેલ કરેલ છે.

9 અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બન્યા

Advertisement

આ સિવાય ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડી પેટ કમિન્સ પણ 20 કરોડ રૂપિયાના ખેલાડીઓની ક્લબમાં સામેલ થયા છે. પેટ કમિન્સને સનરાઈડર્સ હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. હરાજીમાં 72 ખેલાડીઓને ખરીદવા માટે કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ હરાજી માટે કુલ 116 કેપ્ડ પ્લેયર્સ અને 215 અનકેપ્ડ પ્લેયર્સે પોતાના નામ આપ્યા હતા. જેમાંથી 9 અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બની ગયા છે. સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીસ હતો, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 8.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

આ રહ્યા IPL 2024 AUCTION ના TOP BUYS 

KKR એ  રૂ. 24.75 કરોડમાં મિચેલ સ્ટાર્કને ટીમમાં શામેલ કર્યો જે લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેના સાથી દેશી ખેલાડી પેટ કમિન્સને અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો હતો.

સ્ટાર્ક અને કમિન્સની ઓસ્ટ્રેલિયન જોડી ઉપરાંત ન્યુઝીલેન્ડના બેટર ડેરીલ મિશેલ અને વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલે પણ મોટી કમાણી કરી હતી. ડેરિલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડમાં વેચ્યો હતો, જે હરાજીમાં ત્રીજા નંબરનો ખેલાડી હતો. વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર રોવમેન પોવેલ રૂ. 7.40 કરોડમાં રાજસ્થાન રોયલ્સમાં ગયો હતો અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ 6.8 કરોડમાં વેચાયા બાદ હૈદરાબાદ માટે કમિન્સ સાથે રમશે. અન્ય વેસ્ટ ઈન્ડિયન અલઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 11 કરોડમાં લેવાયો  હતો.

મુંબઈ ઈન્ડિયન્સ 

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેવલ્ડ બ્રેવિસ, એન. તિલક વર્મા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, જેસન બેહરેનડોર્ફ, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, હાર્દિક પંડ્યા, હાર્દિક પટેલ , નુવાન તુશારા, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, નમન ધીર, શિવાલિક શર્મા

ચેન્નાઈ સુપર કિંગ્સ 

એમએસ ધોની (કેપ્ટન), દીપક ચહર, મોઈન અલી, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, રુતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હાંગેકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મતિષા પાથિરાના, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મુકેશ ચૌધરી, મિશેલ સિંઘર, સિમ્ચર સિંહ. , પ્રશાંત સોલંકી, મહેશ થીક્ષાના, નિશાંત સિંધુ, રચીન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, અવનીશ રાવ અરવલી.

દિલ્હી કેપિટલ્સ 

રિષભ પંત, ડેવિડ વોર્નર, વિકી ઓસ્તવાલ, પ્રવીણ દુબે, પૃથ્વી શો, એનરિક નોર્ટજે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, લુંગી એનગીડી, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, લલિત યાદવ, ઈશાંત શર્મા, યશ ધૂલ, હેરી બ્રુક, મુકેશ કુમાર. , ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, રસિક ડાર, રિકી ભુઈ, જ્યે રિચર્ડસન, શાઈ હોપ, સુમિત કુમાર, સ્વસ્તિક ચિકારા.

સનરાઇઝર્સ હૈદરાબાદ 

અબ્દુલ સમદ, એડન માર્કરામ, અભિષેક શર્મા, માર્કો જોન્સન, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, ટી. નટરાજન, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, અનમોલપ્રીત સિંહ, ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, નીતિશ કુમાર રેડ્ડી, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, વાનિન્દુ હસરંગા, આકાશ સિંહ, જાથાવેદ સુબ્રમણ્યન.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, વિલ જેક્સ, કર્ણ શર્મા, મયંક ડાગર, વિજયકુમાર વિશાક, મનોજ ભંડાગે, આકાશ દીપ, રીસ મોહમ્મદ શર્મા, રીસ મોહમ્મદ, ટોપલી. સિરાજ, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, યશ દયાલ, ટોમ કુરન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, સૌરવ ચૌહાણ, સ્વપ્નિલ સિંહ.

પંજાબ કિંગ્સ 

શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જિતેશ શર્મા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, અથર્વ તાયડે, નાથન એલિસ, સેમ કુરાન, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, હરપ્રીત ભાટિયા, વિદ્વા કાવર , હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, શિવમ સિંહ, આશુતોષ શર્મા, શશાંક સિંહ, તનય થિયાગરાજન, વિશ્વનાથ પ્રતાપ સિંહ, પ્રિન્સ ચૌધરી, રિલે રોસોઉ.

કોલકાતા નાઈટ રાઈડર્સ 

રિંકુ સિંહ, નીતીશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), સુયશ શર્મા, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, વૈભવ અરોરા, ચેતન સાકરિયા, અંગકૃષ્ણ રાણા , મિશેલ સ્ટાર્ક, રમનદીપ સિંહ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, શેરફેન રધરફોર્ડ, ગુસ એટકિન્સન, સાકિબ હુસૈન.

ગુજરાત ટાઇટન્સ 

શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, કેન વિલિયમસન, દર્શન નલકાંડે, જયંત યાદવ, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, રોબિન મિન્ઝ.

લખનૌ સુપર જાયન્ટ્સ

કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન, ક્વિન્ટન ડી કોક, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કાયલ મેયર્સ, દેવદત્ત પડિકલ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, યશ ઠાકુર, પ્રેરક માંકડ, એ. મિશ્રા, મયંક યાદવ, માર્ક વૂડ, મોહસીન ખાન, કે. ગૌતમ, અર્શિન કુલકર્ણી, શિવમ માવી, એમ. સિદ્ધાર્થ, ડેવિડ વિલી, એશ્ટન ટર્નર, મોહમ્મદ અરશદ ખાન.

રાજસ્થાન રોયલ્સ 

સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રાયન પરાગ, ડોનોવન ફરેરા, ધ્રુવ જુરેલ, ક્રુણાલ રાઠોડ, કુલદીપ સેન, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, પ્રસિદ્ધ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, એડમ શર્મા , રોવમેન પોવેલ, અવેશ ખાન, શુભમ દુબે, આબિદ મુશ્તાક, ટોમ કોહલર-કેડમોર, નાન્દ્રે બર્જર

આ પણ વાંચો -- IPL ઓક્શનરે હરાજીમાં કરી ભૂલ! RCBને થયું મોટું નુકસાન, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.