IPL 2025, SRH vs GT: સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને આપ્યો 153 રનનો ટાર્ગેટ
- સનરાઈઝર્સ હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 152 રન કર્યા
- સિરાજે IPLમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી લીધી
- પેટ કમિન્સે છેલ્લે 9 બોલમાં 22 રન બનાવ્યા
Hyderabad: આજે IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે કાંટાની ટક્કર છે. ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સે બોલિંગ પસંદ કરતા હૈદરાબાદની બેટિંગ આવી હતી. 20 ઓવર પૂર્ણ થયા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે 152 રન બનાવ્યા છે. આમ હૈદરાબાદે ગુજરાતને કુલ 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ સિરાજે હૈદરાબાદની 4 વિકેટ ઝડપી લીધી હતી.
સિરાજે પૂર્ણ કરી 100 વિકેટ
સિરાજે હેડને ફિલ્ડ પ્રમાણે ફ્લિક શોટ રમવા માટે મજબૂર કરતો બોલ ફેંક્યો. હેડ શોટ ફ્રીલી રમી શક્યો નહીં અને તેનો કેચ સાઈ સુદર્શને લીધો. સિરાજે પોતાની આક્રમક બોલિંગથી હેડને સસ્તામાં આઉટ કર્યો. હેડ 5 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ સિરાજે અભિષેક શર્માને 4.4 ઓવરમાં આઉટ કરીને IPLમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી લીધી હતી.
આ પણ વાંચોઃ PBKS vs RR: રાજસ્થાન રોયલ્સે રોક્યો પંજાબ કિંગ્સનો 'વિજય રથ!
પેટ કમિન્સે છેલ્લે 9 બોલમાં 22 રન બનાવ્યા
આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમને મોટા સ્કોર માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. કેપ્ટન પેટ કમિન્સે છેલ્લે 9 બોલમાં 22 રન બનાવ્યા. જેના પરિણામે ટીમ 152 રન સુધી પહોંચી શકી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, કામિન્દુ મેન્ડિસ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: સાઈ સુદર્શન, શુભમન ગિલ (સી), જોસ બટલર (વિકેટમાં), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા.
આ પણ વાંચોઃ ફિનિશર કે સ્ટ્રગલર? ધોનીના નામે ચેપોકમાં નોંધાયો આ અનચાહ્યો રેકોર્ડ