Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023 ના પ્લેઓફમાં ક્વોલિફાઈ થનારી પહેલી ટીમ બની Gujarat Titans

IPL 2023 ની આજે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હાર આપી છે. ગુજરાત આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે...
ipl 2023 ના પ્લેઓફમાં ક્વોલિફાઈ થનારી પહેલી ટીમ બની gujarat titans

IPL 2023 ની આજે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હાર આપી છે. ગુજરાત આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે શુભમન ગીલની શાનદાર સદીની મદદથી 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂઆતથી જ વેરવિખેર થઈ ગઈ હતી અને ટીમ 9 વિકેટે 154 રન જ કરી શકી હતી.

Advertisement

શુભમન ગીલની સદી

બીજી તરફ આ હાર સાથે હૈદરાબાદ દિલ્હી કેપિટલ્સ બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના શુભમન ગીલે આ મેચમાં IPLની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. ગિલે 58 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. વર્તમાન IPL સિઝનમાં ગિલ સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.

Advertisement

ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ

Advertisement

ગિલ સિવાય સાઈ સુદર્શને 47 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનોને બાદ કરતાં ટીમનો કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શ પણ કરી શક્યો નહોતો. સનરાઇઝર્સ હૈદરાબાદના અનુભવી બોલર ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ ગુજરાત ટાઇટન્સ સામે જોવા મળી હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમાર પોતાની ટીમ માટે સૌથી વધુ આર્થિક અને સફળ બોલર સાબિત થયો હતો. આ મેચમાં તેણે 4 ઓવર બોલિંગ દરમિયાન 30 રન આપી અને 5 વિકેટ પોતાના નામે કરી.

હૈદરાબાદની ખરાબ શરૂઆત

ગુજરાત ટાઇટન્સ તરફથી મળેલા 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ હતી. જેમાં ટીમના ઓપનર બેટ્સમેનોનો પણ એક પછી એક વિકેટો પડવા લાગી હતી. જોકે, હેનરિચ ક્લાસને શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જવામાં સફળ થઈ શક્યો નહોતો. ક્લાસને 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય કેપ્ટન ભુવનેશ્વર કુમારે પણ 27 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે મયંક માર્કંડેએ અણનમ 18 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે 10 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

આ પણ વાંચો : હાર બાદ પણ દર્શકોના દિલ જીતી ગયો DHONI, સુનિલ ગાવાસ્કરને આપ્યો AUTOGRAPH

Tags :
Advertisement

.