IPL 2025:LSGને મળ્યો new captain,આ ખેલાડીને મળી મોટી જવાબદારી
- લખનૌ સુપર જાયન્ટ્સ મોટો નિર્ણય
- લખનૌ ટીમની કમાન રિષભ પંત હાથમાં
- સંજીવ ગોયેન્કાએ આ વાતની પુષ્ટિ કરી
LSG new captain:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 21 માર્ચથી શરૂ થવાની છે. IPL 2025ની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ એક મોટો નિર્ણય લીધો છે. લખનૌ ટીમે રિષભ પંત(Rishabh Pant)ને ટીમનો કેપ્ટન (LSG new captain)બનાવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.
સંજીવ ગોયેન્કાએ પંત વિશે કરી ભવિષ્યવાણી
રિષભ પંતની કેપ્ટન તરીકે નિમણૂકની પુષ્ટિ કરતા સંજીવ ગોયેન્કાએ કહ્યું કે 'બધી વ્યૂહરચના રિષભની આસપાસ ફરતી હતી.આ બધું તેમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. જ્યારે સંજીવ ગોયેન્કાને પૂછવામાં આવ્યું કે ફક્ત રિષભ પંત જ કેમ, ત્યારે સંજીવ ગોયેન્કાએ કહ્યું કે મને લાગે છે કે સમય તે સાબિત કરશે.તે ફક્ત આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી જ નથી પણ આઈપીએલના બેસ્ટ ખેલાડીઓમાંનો એક પણ છે. લોકો ધોની અને રોહિતને IPLના સૌથી સફળ કેપ્ટનોની લિસ્ટમાં રાખે છે. મારી વાત યાદ રાખો, 10-12 વર્ષ પછી, ધોની અને રોહિતની સાથે રિષભ પંત પણ આ લિસ્ટમાં હશે.
🚨 EXCLUSIVE 🚨
In our exclusive interview, @LucknowIPL owner @DrSanjivGoenka has confirmed that @RishabhPant17 will captain the side in #IPL2025! 👏🏻#RishabhPant #LucknowSuperGiants #IPL2025 pic.twitter.com/PnTCiwy48k
— Star Sports (@StarSportsIndia) January 20, 2025
કેપ્ટન બનવા પર પંતે કહી આ વાત
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન બન્યા બાદ રિષભ પંતે કહ્યું કે 'તેમને મારા વિશે જે કહ્યું તેનાથી હું અભિભૂત છું.' રિષભ પંત માને છે કે લખનૌ ટીમમાં સિલેક્ટ થયા પછી સંજીવ ગોયેન્કા સાથેની બધી વાતચીતો પરથી તેને લાગ્યું કે ફ્રેન્ચાઈઝીમાં તેનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું છે.
Muskuraiye Lucknow, @RishabhPant17 aapke kaptaan hai! 😉🤩
Big news from @LucknowIPL as Pant is all set to lead them in #IPL2025! 👏🏻🙌🏻#RishabhPant #LucknowSuperGiants #IPL2025 pic.twitter.com/WwTcWkl4Hg
— Star Sports (@StarSportsIndia) January 20, 2025
આ પણ વાંચો -Kho-Kho World Cup:ભારતીય પુરુષ ટીમે વર્લ્ડકપ ફાઈનલમાં રચ્યો ઈતિહાસ
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
રિષભ પંત આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. પંતને IPL 2025 ના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંતે ગયા સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. દિલ્હી ટીમે તેને રિટેન કર્યો ન હતો. આ પરિસ્થિતિમાં પંત 2016 પછી પહેલી વાર ઓક્શનમાં ઉતર્યો. પરંતુ દિલ્હીની ટીમે પંત માટે RTM કાર્ડ નિયમનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અંતે લખનૌની ટીમે મોટી બોલી લગાવીને પંતને ખરીદ્યો.
આ પણ વાંચો -ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ગુપચુપ રીતે કર્યા લગ્ન, જાણો કોની સાથે સાત ફેરા ફર્યા ?
LSG IPL 2025 ની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત (કેપ્ટન),નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, શાહબાઝ અહેમદ,આકાશ સિંહ, શમર જોસેફ , પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગાર્ગેકર, અર્શીન કુલકર્ણી, મેથ્યુ બ્રીટ્ઝકે, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ.