Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDvBAN માં પ્રથમ મેચમાં ભારતે 7 વિકેટથી બાંગ્લાદેશને આપી શિકસ્ત

ભારતે 11.5 ઓવરમાં 128 રનનો લક્ષ્યાંક હાંસ કર્યો ભારતને આ મેચમાં ત્રીજો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો Bangladesh ની ટીમે પાવર પ્લેમાં જ 2 વિકેટ ગુમાવી INDvBAN T20 Match : Indian Cricket Team એ Bangladesh સામેની ત્રણ મેચની T20...
indvban માં પ્રથમ મેચમાં ભારતે 7 વિકેટથી બાંગ્લાદેશને આપી શિકસ્ત
  • ભારતે 11.5 ઓવરમાં 128 રનનો લક્ષ્યાંક હાંસ કર્યો
  • ભારતને આ મેચમાં ત્રીજો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો
  • Bangladesh ની ટીમે પાવર પ્લેમાં જ 2 વિકેટ ગુમાવી

INDvBAN T20 Match : Indian Cricket Team એ Bangladesh સામેની ત્રણ મેચની T20 શ્રેણીની ધમાકેદાર શરૂઆત કરી છે. જેમાં Indian Cricket Team એ ગ્વાલિયરમાં રમાયેલી શ્રેણીની પ્રથમ T20 Match માં 7 વિકેટે એકતરફી જીતી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા Bangladesh ની ટીમ 19.5 ઓવરમાં 127 રન બનાવ્યા હતાં.

Advertisement

ભારતે 11.5 ઓવરમાં 128 રનનો લક્ષ્યાંક હાંસ કર્યો

Indian Cricket Team એ બાંગ્લાદેશનો ટાર્ગેટ ખૂબ જ ઝડપથી પૂર્ણ કર્યો હતો. Indian Cricket Team એ માત્ર 11.5 ઓવરમાં 128 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29-29 રન બનાવ્યા હતાં, જ્યારે હાર્દિક પંડ્યાએ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી અને નીતિશ રેડ્ડીએ 16 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ઓપનિંગ જોડીએ 25 રનની ભાગીદારી કરી હતી

128 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી Indian Cricket Team ની ઇનિંગ્સની શરૂઆત અભિષેક શર્મા અને સંજુ સેમસનની નવી ઓપનિંગ જોડીએ કરી હતી. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી. જેમાં અભિષેક રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા ઉતરેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું. જેમાં તરત જ Indian Cricket Teamનો સ્કોર 50 રનને પાર કરી ગયો.

Advertisement

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, બોલર-બેટ્સમેનોનો આક્રમક પ્રહાર

Advertisement

ભારતને આ મેચમાં ત્રીજો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો

પરંતુ 80 ના સ્કોર પર Indian Cricket Team ને આ મેચમાં ત્રીજો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો જે મોટો શોટ રમવાના પ્રયાસમાં મેહદી હસન મિરાઝનો શિકાર બન્યો હતો. 80 ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ Indian Cricket Team એ આ મેચમાં Bangladesh ને વધુ વિકેટ લેવાની તક આપી ન હતી. હાર્દિક પંડ્યા અને નીતીશ રેડ્ડીની જોડીએ ચોથી વિકેટ માટે 24 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાવીને વિજય મેળવ્યો હતો. Bangladesh તરફથી બોલિંગમાં મુસ્તાફિઝુર રહેમાન અને મેહદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.

Bangladesh ની ટીમે પાવર પ્લેમાં જ 2 વિકેટ ગુમાવી

આ મેચમાં Indian Cricket Team ના બોલરો પણ અદ્ભુત હતાં. જેમાં તેમણે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાના કેપ્ટન સૂર્યકુમાર યાદવના નિર્ણયને સંપૂર્ણ રીતે સાચો સાબિત કર્યો હતો. જ્યારે Bangladesh ની ટીમે ભારત સામેની આ મેચમાં પાવર પ્લેમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી. તો હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવે પણ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો કોણ મારશે બાજી

Tags :
Advertisement

.