Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી

ઓલિમ્પિકની શરૂઆત 1896માં થઈ ભારતનો ઓલમ્પિક ઇતિહાસ વર્ષ 1900ની શરૂઆતથી વર્ષ 2024 સુધીની સફર પ્રથમ મેડલ કોણે જીત્યો? Indian History In Olympic : પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થયો હતો. આ ઓલિમ્પિક ગેમ્સની 33મી આવૃત્તિ છે. તેમાં 206 દેશોના...
indian history in olympic   ઓલિમ્પિકમાં ભારતની સફર  જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી
  • ઓલિમ્પિકની શરૂઆત 1896માં થઈ
  • ભારતનો ઓલમ્પિક ઇતિહાસ
  • વર્ષ 1900ની શરૂઆતથી વર્ષ 2024 સુધીની સફર
  • પ્રથમ મેડલ કોણે જીત્યો?

Indian History In Olympic : પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થયો હતો. આ ઓલિમ્પિક ગેમ્સની 33મી આવૃત્તિ છે. તેમાં 206 દેશોના 10,672 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) માં ભાગ લેવા માટે ભારતની 120 સભ્યોની ટીમ ગઇ હોવાનું કહેવાય છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ (Indian Players) શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધી ભારતને આ ઓલિમ્પિકમાં ત્રણ મેડલ મળી ચુક્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં મળ્યા છે. આમ ભારતના નામે અત્યાર સુધી કુલ 38 મેડલ થઇ ચુક્યા છે. ત્યારે આજે અમે તમને ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસ વિશે જણાવીએ છીએ. ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો, તેણે પહેલો મેડલ ક્યારે જીત્યો અને ઘણું બધું...

Advertisement

ઓલિમ્પિક મંચ પર ભારત

ભારતે તેની પ્રથમ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેતા અભિયાનની શરૂઆત બે મેડલ સાથે કરી હતી. ત્યારથી, ભારતે 25 ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો છે અને કુલ 38 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, પ્રથમ આધુનિક ઓલિમ્પિક્સ 1896માં એથેન્સમાં યોજાઈ હતી અને સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને તેનું પ્રથમ પ્રતિનિધિત્વ જોવામાં માત્ર 4 વર્ષ લાગ્યા હતા. ભારત માટે શરૂઆત 1900 માં થઈ જ્યારે તેઓએ એકમાત્ર રમતવીર, નોર્મન પ્રિચાર્ડને પેરિસ મોકલ્યો, જ્યાં તેણે પુરુષોની 200 મીટર અને પુરુષોની 200 મીટર હર્ડલ્સમાં બે મેડલ જીત્યા હતા. ભારતે ત્યારથી અત્યાર સુધીની દરેક સમર ગેમ્સમાં ભાગ લીધો છે, 1920માં તેની પ્રથમ ઓલિમ્પિક ટીમ મોકલી, જેમાં ચાર એથ્લેટ અને બે કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. જે બાદ ભારતીય હોકી ટીમનો દબદબો શરૂ થયો હતો. ભારતીય ટીમે 1928ના ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને હોકીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે ત્યારપછી ભારતીય હોકી ટીમે કુલ 5 મેચમાં 29 ગોલ કર્યા હતા, જ્યારે કોઈ પણ દેશની હરીફ ટીમ ભારતીય ગોલ પોસ્ટમાં બોલ નાખી શકી નહોતી.

ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી, જાણો કોણ અને ક્યારે વિજેતા બન્યું.

Advertisement

રમતવીર/રમતમેડલઘટનાઓલિમ્પિક સીઝન
નોર્મન પ્રિચાર્ડ*સિલ્વરપુરુષોની 200 મીટર દોડપેરિસ 1900
નોર્મન પ્રિચાર્ડ**સિલ્વરપુરુષોની 200 મીટર (હર્ડલ રેસ)પેરિસ 1900
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમએમ્સ્ટરડેમ 1928
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમલોસ એન્જલસ 1932
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમબર્લિન 1936
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમલંડન 1948
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમહેલસિંકી 1952
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમમેલબોર્ન 1956
કેડી જાધવબ્રોન્ઝપુરુષોની બેન્ટમવેઇટ કુસ્તીહેલસિંકી 1952
ભારતીય હોકી ટીમસિલ્વરપુરુષોની હોકી ટીમરોમ 1960
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમટોક્યો 1964
ભારતીય હોકી ટીમબ્રોન્ઝપુરુષોની હોકી ટીમમેક્સિકો સિટી 1968
ભારતીય હોકી ટીમબ્રોન્ઝપુરુષોની હોકી ટીમમ્યુનિક 1972
ભારતીય હોકી ટીમગોલ્ડપુરુષોની હોકી ટીમમોસ્કો 1980
લિએન્ડર પેસબ્રોન્ઝમેન્સ સિંગલ્સ ટેનિસએટલાન્ટા 1996
કર્ણમ મલ્લેશ્વરીબ્રોન્ઝવેઈટ લિફ્ટિંગ (મહિલા 54 કિગ્રા)સિડની 2000
રાજ્યવર્ધનસિંહ રાઠોડસિલ્વરપુરુષોની ડબલ ટ્રેપ શૂટિંગએથેન્સ 2004
અભિનવ બિન્દ્રાગોલ્ડપુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગબેઇજિંગ 2008
વિજેન્દર સિંહબ્રોન્ઝપુરુષોની મિડલવેટ બોક્સિંગબેઇજિંગ 2008
સુશીલ કુમારબ્રોન્ઝપુરુષોની 66 કિગ્રા કુસ્તીબેઇજિંગ 2008
સુશીલ કુમારસિલ્વરપુરુષોની 66 કિગ્રા કુસ્તીલંડન 2012
વિજય કુમારસિલ્વરપુરુષોની 25 મીટર રેપિડ પિસ્તોલ શૂટિંગલંડન 2012
સાયના નેહવાલબ્રોન્ઝમહિલા સિંગલ્સ બેડમિન્ટનલંડન 2012
મેરી કોમબ્રોન્ઝમહિલા ફ્લાયવેઇટ બોક્સિંગલંડન 2012
યોગેશ્વર દત્તબ્રોન્ઝપુરુષોની 60 કિગ્રા કુસ્તીલંડન 2012
ગગન નારંગબ્રોન્ઝ10 મીટર એર રાઈફલ શૂટિંગલંડન 2012
પીવી સિંધુસિલ્વરમહિલા સિંગલ્સ બેડમિન્ટનરિયો 2016
સાક્ષી મલિકબ્રોન્ઝમહિલાઓની 58 કિગ્રા કુસ્તીરિયો 2016
મીરાબાઈ ચાનુસિલ્વરમહિલાઓની 49 કિગ્રા વેઈટ લિફ્ટિંગટોક્યો 2020
લવલીના બોર્ગોહેનબ્રોન્ઝમહિલા વેલ્ટરવેટ બોક્સિંગ (64-69 કિગ્રા)ટોક્યો 2020
પીવી સિંધુબ્રોન્ઝમહિલા સિંગલ્સ બેડમિન્ટનટોક્યો 2020
રવિ કુમાર દહિયાસિલ્વરપુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તીટોક્યો 2020
ભારતીય હોકી ટીમબ્રોન્ઝપુરુષોની હોકી ટીમટોક્યો 2020
બજરંગ પુનિયાબ્રોન્ઝપુરુષોની 65 કિગ્રા કુસ્તીટોક્યો 2020
નીરજ ચોપરાગોલ્ડપુરુષોની ભાલા ફેક (જેવલિન થ્રો)ટોક્યો 2020
મનુ ભાકરબ્રોન્ઝમહિલા 10 મીટર એર પિસ્તોલપેરિસ 2024
મનુ ભાકર-સરબજોત સિંહબ્રોન્ઝમિશ્રિત 10 મીટર એર પિસ્તોલપેરિસ 2024
સ્વપ્નિલ કુસલેબ્રોન્ઝ50 મીટર રાઇફલ થ્રી પોઝિશનપેરિસ 2024

ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ

ઓલિમ્પિકની શરૂઆત 1896માં થઈ હતી, જેનું આયોજન ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતું. પરંતુ, ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ ક્યારે અને કોણે જીત્યો?

ભારતે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. તે સમયે નોર્મન પ્રિચાર્ડે બે સિલ્વર મેડલ જીત્યા હતા. એક 200 મીટર હર્ડલ રેસમાં અને બીજી 200 મીટરમાં. પરંતુ સત્તાવાર રીતે, ભારત 1928માં એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં તેનો પહેલો મેડલ અને ખાસ કરીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.

Advertisement

કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?

ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 38 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

વ્યક્તિગત ગોલ્ડ મેડલ

ભારત માટે પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં જીત્યો હતો. ભારતે 112 વર્ષની રાહ જોયા બાદ આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓલિમ્પિકમાં ભારત માટે બીજો વ્યક્તિગત મેડલ જીત્યો.

ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ?

કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. તેણે વર્ષ 2000માં સિડનીમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે પ્રથમ ઓલિમ્પિકમાં કઈ રમતમાં ભાગ લીધો હતો?

વર્ષ 1900માં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારત વતી બ્રિટનના નોર્મન પીટકાર્ડે ભાગ લીધો હતો. તેઓ ભારતમાંથી પ્રથમ સહભાગી હતા. એથ્લેટિક્સમાં 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : સ્વપ્નિલ કુસાલેને મહેન્દ્રસિંહ ધોની પાસેથી મળી પ્રેરણા

Tags :
Advertisement

.